Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં અત્યારે ભારતને પ્રદર્શન સારૂ રહ્યું છે. ઘણી ઇવેન્ટોમાં ભારે ક્વોલિફાઈ થયું છે. વિગતે વાત કરવામાં આવે તો, શૂટર રમિતા જિંદાલ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે તેમની પાસે હવે ભારતના લોકો મેડલની આશા રાખી રહ્યા છે. નોંધનીય છે કે, ક્વોલિફિકેશન રાઉન્ડની ધીમી શરૂઆત પછી, રમિતા છેલ્લા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આરક્ષિત કરતી હોય તેવું લાગતું હતું. કારણ કે તેણીએ 631.5 ના કુલ સ્કોર સાથે 05મા સ્થાને રહીને મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
𝗧𝗲𝗿𝗿𝗶𝗳𝗶𝗰 𝘀𝗵𝗼𝗼𝘁𝗶𝗻𝗴 𝗳𝗿𝗼𝗺 𝗥𝗮𝗺𝗶𝘁𝗮 𝗝𝗶𝗻𝗱𝗮𝗹! After a slow start to the qualification round, Ramita seemed to reserve her best for last as she finished at 05th with a total score of 631.5 to secure a place in the final of the women’s 10m Air Rifle… pic.twitter.com/frU2f76wUW
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 28, 2024
ટોપ-8 શૂટર્સે ફાઇનલમાં સ્થાન મેળવ્યું
શૂટર રમિતા જિંદાલએ ક્રમશઃ 104.3, 106.0, 104.9, 105.3, 105.3, 105.7, 631.5 નો સ્કોર બનાવ્યો હતો. નોંધનીય છે કે, આ સ્કોર સાથે તે ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે ભારત 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. નિરાશાની વાત એ છે કે, પેરિસ ઓલમ્પિકમાં 10 મીટર મહિલા એર રાયફલમાં અમદાવાદની ઇલાવેલિન વાલારિવાન ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકી નથી. ટોપ-8 શૂટર્સે ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.