- મનુ ભાકર હેટ્રિકથી મેડલ ચૂકી
- મનુએ ફાઈનલમાં 28 નો સ્કોર કર્યો
- મનુ ભાકર વેરોનિકા મેજર સામે હારી
ભારતીય યુવા શૂટર મનુ ભાકર (Manu Bhaker) પેરિસ ઓલિમ્પિક્સ 2024 માં પ્રથમ વખત મેડલ મેળવવાનું ચૂકી ગઈ. પેરિસ ઓલિમ્પિક (Paris Olympics 2024)માં શનિવારે રમાયેલી 25 મીટર પિસ્તોલ મહિલા ઈવેન્ટની ટાઈટલ મેચમાં મનુ ભાકેર ચોથા સ્થાને રહી હતી. મનુની શરૂઆત સારી રહી ન હતી, પરંતુ તેણે શાનદાર વાપસી કરી હતી. એલિમિનેશન રાઉન્ડમાં મનુ ભાકર (Manu Bhaker) અને હંગેરીની વેરોનિકા મેજરનો સ્કોર 28-28 પોઈન્ટ પર બરાબર હતો. આ પછી, ત્રીજા સ્થાન માટે શૂટ-ઓફ થયો, જેમાં મનુ ભાકર (Manu Bhaker) પાછળ રહી ગઈ અને 28 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહી.
પેરિસ ઓલિમ્પિક (Paris Olympics 2024) ગેમ્સ માટેની ઝુંબેશ હવે તેના મધ્યે પહોંચી ગઈ છે. 17 દિવસ સુધી ચાલેલી આ ગેમ્સનો આજે 8 મો દિવસ છે. આજે મનુ ભાકર (Manu Bhaker)ને શૂટિંગમાંથી બીજા મેડલની આશા હતી પરંતુ તે છેલ્લી ક્ષણોમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ ચૂકી ગઈ હતી. મનુને 50 મીટર પિસ્તોલની મહિલાઓની ફાઇનલમાં ચોથા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો. તે શાનદાર શૂટિંગ કરી રહી હતી અને થોડા સમય માટે તે બીજા અને ત્રીજા સ્થાને રહી પરંતુ રમત નિર્ણાયક વળાંક પર પહોંચી ત્યાં સુધીમાં તેણે ચોથા સ્થાને સંતોષ માનવો પડ્યો. અત્યાર સુધી ભારતે માત્ર 3 મેડલ જીત્યા છે, ત્રણેય મેડલ શૂટિંગમાંથી આવ્યા છે. હવે ભારતને આજે તીરંદાજી અને બોક્સિંગમાંથી આશા હશે. પેરિસ ઓલિમ્પિક (Paris Olympics 2024) માં આઠમા દિવસે શૂટિંગ, તીરંદાજી, બોક્સિંગની મેચો રમાશે.
पेरिस ओलंपिक 2024 | भारत की मनु भाकर 25 मीटर पिस्टल महिला फाइनल में चौथे स्थान पर रहीं।#OlympicGames
— ANI_HindiNews (@AHindinews) August 3, 2024
ફાઈનલમાં આવું રહ્યું પ્રદર્શન…
મનુ ભાકર (Manu Bhaker) ત્રીજો મેડલ ચૂકી ગઈ. તેણે ટાઈટલ મેચના પહેલા તબક્કામાં 10 પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે, બીજા તબક્કામાં મનુએ 18 વધુ પોઈન્ટ બનાવ્યા. આ સાથે તેણીએ કુલ 28 પોઈન્ટ ઉમેર્યા અને ચોથા સ્થાને રહી. તે જ સમયે, કોરિયાની જિન યાંગે કુલ 37 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ફ્રાન્સની કેમિલે જેદ્રઝેવસ્કીએ 37 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ અને હંગેરીની વેરોનિકા મેજરે 31 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો : Paris Olympic 2024 : હોકીમાં ભારતની શાનદાર જીત, ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ હરાવ્યું
ક્વોલિફિકેશન રાઉન્ડમાં મનુ બીજા ક્રમે હતી…
ક્વોલિફિકેશન રાઉન્ડના બીજા રાઉન્ડમાં મનુ ભાકરે (Manu Bhaker) સારી શરૂઆત કરી હતી. તેણે પ્રથમ શ્રેણીમાં 97 પોઈન્ટ બનાવ્યા હતા. આ જ લય જાળવી રાખીને મનુએ બીજી શ્રેણીમાં 98 પોઈન્ટ અને ત્રીજી શ્રેણીમાં 99 પોઈન્ટ મેળવ્યા હતા. તેણે કુલ 294 માર્ક્સ મેળવ્યા હતા. જ્યારે, ઝડપી રાઉન્ડમાં, મનુએ પ્રથમ શ્રેણીમાં 100 પોઈન્ટ, બીજી શ્રેણીમાં 98 પોઈન્ટ અને ત્રીજી શ્રેણીમાં પણ 98 પોઈન્ટ મેળવ્યા હતા. આ સાથે મનુએ ઝડપી રાઉન્ડમાં કુલ 296 પોઈન્ટ બનાવ્યા.
હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને આપી મ્હાત…
તમને જણાવી દઈએ કે, ભલે પેરિસ ઓલિમ્પિક્સ (Paris Olympics) 2024 ના 7 મા દિવસે ભારતના ખાતામાં કોઈ મેડલ ઉમેરાયો ન હતો, છતાં પણ આ દિવસ ચોક્કસપણે ખૂબ જ ખાસ હતો. ભારતીય હોકી ટીમ દ્વારા છેલ્લી ગ્રુપ મેચમાં જબરદસ્ત પ્રદર્શન જોવા મળ્યું હતું જ્યાં તે 52 વર્ષ પછી ઓલિમ્પિકમાં એક મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમને હરાવવામાં સફળ રહી હતી. આ સિવાય લક્ષ્ય સેને પણ મેન્સ બેડમિન્ટન સિંગલ્સની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
આ પણ વાંચો : Paris Olympics ના 8 માં દિવસે આ રહેશે ભારતનું શેડ્યુલ, મનુ ભાકર પાસેથી હેટ્રિકની અપેક્ષા…