Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Oath Ceremony 2024 : નરેન્દ્ર મોદી ત્રીજી વખત PM પદના શપથ લેશે, Delhi માં આજે નો-ફ્લાય ઝોન…

09:42 AM Jun 09, 2024 | Dhruv Parmar

લોકસભા ચૂંટણી 2024 માં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ NDA ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે. નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ રવિવારે સાંજે 7:15 વાગ્યે PM તરીકે શપથ (Oath Ceremony 2024) લેશે અને તેમની સાથે અન્ય 18 સાંસદો પણ મંત્રી તરીકે શપથ (Oath Ceremony 2024) લઈ શકશે. 7 કેબિનેટ અને બાકીના 11 સ્વતંત્ર પ્રભારી અને રાજ્ય મંત્રી તરીકે શપથ (Oath Ceremony 2024) લઈ શકે છે. જો કે તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે 3 ડઝનથી વધુ સાંસદો મંત્રી તરીકે શપથ (Oath Ceremony 2024) લઈ શકે છે. TDP અને JDU માંથી 2-2 અને શિવસેનામાંથી એક કેબિનેટ મંત્રી બની શકે છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ (Oath Ceremony 2024)માં કુલ 8000 મહેમાનો હાજરી આપી શકે છે. તેમની વચ્ચે ઘણા વિદેશી મહેમાનો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહ ગૃહ પ્રધાન, રાજનાથ સિંહ સંરક્ષણ પ્રધાન અને એસ જયશંકર વિદેશ પ્રધાન, અશ્વિની વૈષ્ણવ રેલવે પ્રધાન અને નીતિન ગડકરી પરિવહન પ્રધાન રહેશે. જલ શક્તિ મંત્રી અને લોકસભા સ્પીકર પણ ભાજપમાંથી રહી શકે છે. ટીડીપીને શહેરી વિકાસ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય મળી શકે છે. જેડીયુને ઉર્જા વિભાગ, ગ્રામીણ વિકાસ મંત્રાલય મળી શકે છે.

રાષ્ટ્રપતિ મુર્મુ શપથ લેવડાવશે…

TDP અને JDU થી 2-2 અને શિવસેનામાંથી એક કેબિનેટ મંત્રી બની શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ સિવાય એનસીપી, એલજેપી અને જેડીએસના ક્વોટાના કેબિનેટ મંત્રીઓ શપથ (Oath Ceremony 2024) લઈ શકે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દરેકને હોદ્દા અને ગુપ્તતાના શપથ (Oath Ceremony 2024) લેવડાવશે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ (Oath Ceremony 2024)ની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવનને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.

દિલ્હીમાં આજે નો-ફ્લાય ઝોન…

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi)માં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને, રવિવારે બપોરે 3 વાગ્યાથી 11 વાગ્યા સુધી એરસ્પેસ પર પ્રતિબંધ રહેશે. સૂત્રના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધો લાગુ થશે નહીં સુત્રોએ જણાવ્યું હતું કે આ પ્રતિબંધથી ભારતીય વાયુસેના, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને આર્મીના હેલિકોપ્ટર ઓપરેશન પર કોઈ અસર થશે નહીં. આ સમયગાળા દરમિયાન સરકારી વિમાન અને હેલિકોપ્ટર રાજ્યપાલ અથવા મુખ્યમંત્રી સાથે ઉડાન ભરી શકે છે અને આ સમયગાળા દરમિયાન બિન-શિડ્યુલ ફ્લાઇટ્સ અને ચાર્ટર્ડ એરક્રાફ્ટને ટેક ઓફ અને લેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો : Oath Ceremony 2024 : રાજઘાટ બાદ વોર મેમોરિયલ પહોંચ્યા PM મોદી, Delhi માં આ રસ્તાઓ સામાન્ય લોકો માટે બંધ…

આ પણ વાંચો : શપથ પહેલા મહાન સપૂતોને સલામ, PM નરેન્દ્ર મોદી વહેલી સવારે રાજઘાટ પહોંચ્યા…

આ પણ વાંચો : સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા, વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના નામની ચર્ચા