Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

NDA ગઠબંધને રાષ્ટ્રપતિને મળીને કર્યો સરકાર રચવાનો…

03:54 PM Jun 07, 2024 | Vipul Pandya

NDA : લોકસભા ચૂંટણી 2024માં એનડીએને બહુમતી મળ્યા બાદ NDA ગઠબંધને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. NDAએ રાષ્ટ્રપતિને સમર્થનનો પત્ર સોંપ્યો છે. આ સાથે 9 જૂને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં, 543 સભ્યોની લોકસભામાં ભાજપને 240 બેઠકો મળી હતી, જ્યારે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ને 293 બેઠકો મળી હતી. એનડીએની બેઠકોની સંખ્યા બહુમતીના જાદુઈ આંકડા કરતા વધુ છે.

NDA નેતાઓએ રાષ્ટ્રપતિને સમર્થનનો પત્ર સુપરત કર્યો

એનડીએ નેતાઓ દ્રૌપદી મુર્મુને મળ્યા અને ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો કર્યો. NDA નેતાઓએ રાષ્ટ્રપતિને સમર્થનનો પત્ર સુપરત કર્યો હતો. શપથ ગ્રહણ સમારોહ 9 જૂને સાંજે 6 વાગ્યે યોજાશે.

નરેન્દ્ર મોદી ધ્વનિ મત દ્વારા NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા

NDAની બેઠક શુક્રવારે સંસદ ભવનના જૂના બિલ્ડિંગમાં સ્થિત બંધારણ ખંડમાં શરૂ થઈ હતી. આ બેઠકમાં ભાજપના તમામ સહયોગી પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. NDA સંસદીય દળની બેઠક શરૂ થયા બાદ ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેને તમામ પક્ષોએ મંજૂરી આપી હતી. નરેન્દ્ર મોદી ધ્વનિ મત દ્વારા NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા.

મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. PM નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનતા પહેલા લાલકૃષ્ણ અડવાણીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં તેમણે લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ પીએમ મોદીએ બીજેપીના અન્ય એક વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીના ઘરે પણ જઈને તેમના આશીર્વાદ લીધા હતા.

આ પણ વાંચો—- JDU : નીતિશ કુમાર એવુ બોલી ગયા કે નરેન્દ્ર મોદી…!

આ પણ વાંચો— NDA : આજે નીતિશ અને ચન્દ્રાબાબુએ શું કહ્યું પીએમ મોદીને..?