Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Nawaz Sharif નું ભારત-PAK સંબંધોને લઈ મોટું નિવેદન

10:48 PM Oct 17, 2024 |
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નિવેદન
  • આપણે આપણા પડોશીઓને બદલી શકતા નથીઃ શરીફ
  • ભારત અને પાકિસ્તાનના લોકો વચ્ચેના સંબંધો ઘણા સારા છે’

Nawaz Sharif:પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે (Nawaz Sharif)મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરની પાકિસ્તાન મુલાકાત અંગે તેમણે કહ્યું કે, આ એક શરૂઆત છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાન ભૂતકાળને પાછળ છોડી દેશે અને ઊર્જા અને આબોહવા પરિવર્તન જેવી ભવિષ્યની સમસ્યાઓનો સામનો કરશે. નવાઝ શરીફે કહ્યું કે, આપણે જ્યાંથી છોડી દીધું છે ત્યાંથી જ શરૂઆત કરવી જોઈએ. છેલ્લા 75 વર્ષ આમ જ વીતી ગયા. વધુ 75 વર્ષ બગાડશો નહીં.

 

આપણે આપણા પડોશીઓને બદલી શકતા નથીઃ શરીફ

પાકિસ્તાનના પૂર્વ પીએમે કહ્યું કે, શાંતિ પ્રક્રિયામાં વિક્ષેપિત ન આવવો જોઈએ. તેથી બન્ને પક્ષોએ બેસીને ગંભીરતાથી વાત કરવી જોઈએ. તેમણે કહ્યું કે, આપણે આપણા પડોશીઓને બદલી શકતા નથી, આપણે સારા પડોશીઓની જેમ જીવવું જોઈએ.

 

નવાઝ શરીફે વાજપેયીનો ઉલ્લેખ કર્યો

વાતચીત દરમિયાન નવાઝ શરીફે કહ્યું કે, ભૂતકાળમાં ન જાવ, ભવિષ્યને જુઓ, ભૂતકાળમાં એવી વસ્તુઓ થઈ છે જે ન થવી જોઈતી હતી. ભવિષ્યમાં ઘણી શક્યતાઓ છે. તેમણે કહ્યું કે, એક સમય હતો જ્યારે ભારતમાં વીજળીની અછત હતી ત્યારે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ મને પાકિસ્તાનથી વીજળી ખરીદવા માટે બોલાવ્યો હતો.

 

નવાઝ શરીફે પીએમ મોદી વિશે આ વાત કહી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે નવાઝ શરીફે કહ્યું કે, પીએમ મોદી અમને મળવા માટે રાવલપિંડી આવ્યા એ સુખદ આશ્ચર્યની વાત છે. તેણે મારી માતા સાથે પણ લાંબા સમય સુધી વાત કરી. આ કોઈ નાની વાત નહોતી.

આ પણ  વાંચો –Bangladesh ની પૂર્વ PM શેખ હસીનાની મુશ્કેલી વધી, વોરંટ જારી કરાયું

‘ભારત અને પાકિસ્તાનના લોકો વચ્ચેના સંબંધો ઘણા સારા છે’

પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફે કહ્યું કે, મારા પિતાના પાસપોર્ટમાં તેમનું જન્મસ્થળ અમૃતસર (પંજાબ) લખેલું છે. આપણે (ભારત-પાકિસ્તાન) એકસમાન સંસ્કૃતિ, પરંપરા, ભાષા, ખોરાક એકસમાન છે. હું ખુશ નથી કે આપણા સંબંધોમાં લાંબો વિરામ છે. નેતાઓમાં ભલે સારું વર્તન ન હોય, પરંતુ લોકો વચ્ચેના સંબંધો ખૂબ સારા છે.

આ પણ  વાંચો –Gaza : હૃદયદ્રાવક દૃશ્યો, રખડતા કૂતરાઓ મૃતદેહો ખાતા જોવા મળ્યા

ઈમરાન ખાન પર આરોપ

ઈમરાન ખાનને લઈને નવાઝ શરીફે કહ્યું કે, તેણે જે ભાષાનો ઉપયોગ કર્યો તેનાથી ભારત સાથેના સંબંધો બગાડ્યા છે. આવી ભાષાનો પ્રયોગ છોડો, નેતાઓએ આવું વિચારવું પણ ન જોઈએ.