-
13 વર્ષની આદિવાસી બાળકી પર સામૂહિક Rape કરાયું
-
15 ઓગસ્ટે બે નરાધમોએ સગીરા પર Rape આચર્યું
-
સગીરાને આરોપીઓ અવાવરું સ્થળે લઈ ગયા હતાં
Gangraped in Madhya Pradesh : kolkata ની RG Kar Medical And Hospital માં તાલીમાર્થી ડૉક્ટર સાથે થયેલી હેવાનિયતથી દેશ હચમચી ગયો છે. દેશાના મોટાભાગના રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત મહિલા અને ખાસ કરીને મહિલા ડૉક્ટર માટે સુરક્ષા વધારવાની માગ સરકાર પાસે કરવામાં આવેલી છે. હાલ, kolkata માં ઘટનાને કારણે પરિસ્થિતિ એકદમ નાજુક છે. kolkata માં વિવિધ સંગઠન અને નાગરિકોના સમૂહ દ્વારા મમતા સરકાર સામે વિરોધ જાહેર કરવામાં આવે છે.
13 વર્ષની આદિવાસી બાળકી પર સામૂહિક Rape કરાયું
ત્યારે આ બધાની વચ્ચે મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લામાં 13 વર્ષની આદિવાસી બાળકી પર સામૂહિક Rape ની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ કેસમાં પીડિત પરિવારની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીની કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. એક અહેવાલ અનુસાર સ્વતંત્રતા દિવસના દિવસે ખડગાપુર પોલીસ સ્ટેશન હેઠળના એક ગામમાં આ Rape આચરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: BJP MLA ના ફાર્મ હાઉસમાંથી રાઈફલ લૂંટાઈ, આરોપી પોલીસકર્મી નીકળ્યા
BREAKING NEWS Tribal girl gangraped in Madhya Pradesh, two accused arrested after minister’s intervention
A sensational incident of gang rape of a 13-year-old tribal girl has come to light in Tikamgarh district of Madhya Pradesh. On the basis of the complaint of the… pic.twitter.com/bxXzLc3Zwu
— Arun Jain (@ArunAj031727) August 30, 2024
15 ઓગસ્ટે બે નરાધમોએ સગીરા પર Rape આચર્યું
આ મામલો 29 ઓગસ્ટના રોજ સામે આવ્યો હતો. જ્યારે સગીરા અને તેનો પરિવાર તે સમયે વિસ્તારની મુલાકાતે આવેલા પ્રભારી મંત્રી કૃષ્ણ ગૌરને મળ્યો હતો. ટીકમગઢના પોલીસ અધિક્ષક રોહિત કાશવાનીએ જણાવ્યું હતું કે પોલીસે આરોપી સલીમ ખાન અને લાલુ ખાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને જાતીય અપરાધોથી બાળકોની સુરક્ષા (POCSO) એક્ટ હેઠળ સામૂહિક Rape નો કેસ નોંધ્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે સગીર સગીરા 15 ઓગસ્ટે તેના ખેતરમાં કામ કરી રહી હતી.
સગીરાને આરોપીઓ અવાવરું સ્થળે લઈ ગયા હતાં
તે સમયે બંને આરોપીઓ તેમની પાસે આવ્યા હતાં. સગીરા આ વ્યક્તિઓથી પરિચિત હતી. સગીરાને આરોપીઓ પોતાની સાથે મેદાનની અંદર લઈ ગયા હતાં. આ પછી બંને આરોપીઓએ પોતાની હવસને સંતોષી હતી. જે બાદ બંને આરોપીઓએ પીડિતાને આ ઘટના વિશે કોઈને પણ કહેવાનો ઈન્કાર કર્યો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે પીડિતા ગભરાઈને ચૂપ થઈ ગઈ હતી. પરંતુ થોડા દિવસો પછી તે બીમાર પડી હતી. આ પછી તેણે તેના પરિવારજનોને ગુના વિશે જણાવ્યું.
આ પણ વાંચો: આવતીકાલથી આ રાજ્યોમાં શરું કરાશે 3 નવી Vande Bharat trains