નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર એક પૂર્વ એરહોસ્ટેસનો ઇન્ટરવ્યું ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાના 17 વર્ષના વિવિધ અનુભવોનો ખુલાસો કરી રહી છે. 48 વર્ષીય સાઇક જે હાલ એક રેડિયો પ્રેઝન્ટર છે. તેણે બ્રિટનના એક અભરાર ડેલી સ્ટાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, એરલાઇન ક્રૂ અને પાયલટ વચ્ચે કેવા સંબંધો હોય છે. તેમણે પાયલટ્સની સાથે અફેર્સ અને રૂમ પાર્ટી અંગેની કેટલીક મહત્વની વાતો શેર કરી હતી.
આ પણ વાંચો : Surat Crime Branch એ મોબાઈલ શોપમાં લૂંટ માચાવતો રીઢો ગુનેગાર ઝડપી પાડ્યો
એરહોસ્ટેસનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે
સોશિયલ મીડિયા પર એક પૂર્વ એર હોસ્ટેસનો ઇન્ટરવ્યું ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પોતાના 17 વર્ષના અનુભવનો ખુલાસો કરી રહી છે. 48 વર્ષીય સાઇક જે હાલ એક રેડિયો પ્રેઝન્ટર છે. તેણે બ્રિટનના એક અખબાર ડેલી સ્ટાર સાથે વાતચીતમાં જણાવ્યું કે, એરલાઇન ક્રૂ અને પાયલટની વચ્ચે કેવો સંબંધ રહે છે. તેમણે પાયલટ્સની સાથે અફેર્સ અને રૂમ પાર્ટીઓ અંગેની સિક્રેટ વાતો શેર કરી હતી.
આ પણ વાંચો : માતાના મઢે જતા યાત્રાળુઓને કાળ ભરખી ગયો, 3 લોકોના મોત
ફ્લાઇટ લેન્ડ થતાની સાથે જ હોટલમાં પાર્ટીઓ થાય છે શરૂ
સ્કાઇએ કહ્યું કે, ખાસ રીતે જ્હોનિસબર્ગમાં જ્યારે ફ્લાઇટ્સ લેન્ડ કરે છે, તો ક્રૂના સભ્યો અને પાયલટ્સની વચ્ચે સંબંધોમાં કોઇ જ સીમા રહેતી નથી. તેઓ તમામ હદો પાર કરી નાખતા હોય છે. તેમણે મજાકમાં કહ્યું કે, મને લાગે છે કે, વાઇન અને ઓક્સિજનની અસર હોય તેવું લાગે છે, કારણ કે જ્હોનિસબર્ગમાં હંમેશ કંઇકને કંઇક થતું રહે છે.
આ પણ વાંચો : PM મોદી બન્યા નીરજ ચોપરાની માતાના ફેન, પત્ર લખીને કહ્યું…
જે હોટલમાં રોકાય ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થા હોય છે
તે જણાવે છે કે, અલગ અલગ એરલાઇન્સના ક્રૂ એક જ હોટલમાં રોકાય છે. જેમાં રૂમ પાર્ટીઓ દરમિયાન તમામ એક સાથે મસ્તીમાં ડુબી જાય છે. સ્કાઇએ સ્વીકાર કર્યો કે અનેક વખત પાર્ટીઓમાં રિસ્કી વસ્તુઓનો પણ પ્રયોગ કરવામાં આવે છે. તેણે યાદ કરતા જણાવ્યું કે, મે ઘણી વખત મારી જાતને એવી સ્થિતિમાં જોઇ જ્યાં મારા માટે પણ તે વસ્તુ વધારે પડતી જ થઇ રહી હતી. આ બધુ જ જ્હોનિસબર્ગમાં થઇ રહ્યું હતું. મારે આખરે દરવાજો જોઇને નિકળી જવું પડ્યું.
આ પણ વાંચો : તેલના ડબ્બા ચોરીને અંજામ આપતો માસ્ટરમાઈન્ડ 3 વર્ષ બાદ સુરત પોલીસે ઝડપ્યો
જ્યારે થયો ઓર્ગીનો સામનો
જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, શું તેમણે સાચે જ ઓર્ગીનો સામનો કર્યો હતો. તેમણે હસતા હસતા કહ્યું કે, હા તેવું જ કંઇક હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓર્ગીનો અર્થ થાય છે કે એવું વાતાવરણ કે જ્યાં લોકો કોઇ પ્રકારના પ્રતિબંધ વગર યૌન સંબંધો સ્થાપિત કરે છે. જેટલા લોકો હોય તે પરસ્પર સંબંધો બાંધે છે.
આ પણ વાંચો : ત્રીજા વિશ્વયુદ્ધની આહટ વચ્ચે જાપાનમાં બીજા વિશ્વયુદ્ધના સમયનો બોમ્બ અચાનક ફૂટ્યો, 80થી વધુ ફ્લાઈટ્સ રદ
એક પાયલોટ અનેક એરહોસ્ટેસ સાથે બાંધે છે સંબંધો
સ્કાઇએ કહ્યું કે, તેણે હંમેશા પોતાના કામ દરમિયાન પ્રોફેશનલ વલણ અપનાવ્યું, જો કે એવું હંમેશા તેના સાથિઓ માટે નહોતું. તેમણે જણાવ્યું કે, ઘણી વખત પાયલોટ્સની સાથે સંબંધ બાંધ્યા બાદ ક્રુનો વ્યવહાર બદલી જતો હતો.
આ પણ વાંચો : Amdavad માં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, મનપાની ઓફિસ સામે દારૂની થેલીઓ….
જો કે પોતે કંઇ પણ ન કર્યું હોવાનો બચાવ
જો કે સ્કાઇએ આખરે પોતે આ તમામથી દૂર હોવાનું કહીને પોતાનો છેડો ફાડી લીધો હતો. તેણે કહ્યું કે, મે ક્યારે પણ પાયલટસ સાથે અફેર નથી કર્યું. ન કોઇ પાયલોટ્સ સાથે સંબંધો પણ બાંધ્યા છે. મે હંમેશા પ્રોફેશનલ અને જેન્ટલ રીતે જ રહી. જો કે જે રીતે તમામ પ્રોફેશનમાં જોવા મળે છે તે પ્રકારે અહીં પણ કેટલાક લોકો હદો પાર કરી જતા હોય છે.
આ પણ વાંચો : હિઝબુલ્લાહ પર ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી ઘાતક હવાઈ હુમલો, 150 થી વધુ ઠેંકાણા તોડી પાડ્યા