+

ભગવાન શિવની સાક્ષીનો અનુભવ કરાવતા ઓમ પર્વત ઉપરથી ‘ૐ’ની છબી અચાનક જ થઈ ગાયબ!

ઉત્તરાખંડના ભારત-ચીન બોર્ડર પાસે આવેલો ઓમ પર્વત તેની આકર્ષક અને રમણીય ‘ઓમ’ છબીના આકારને કારણે ખૂબ પ્રસિદ્ધ છે.પરંતુ આ વર્ષે એક ચોંકાવનારી ઘટના બનવા પામી છે. કરોડો હિન્દુઓની આસ્થા સાથે…

ઉત્તરાખંડના ભારત-ચીન બોર્ડર પાસે આવેલો ઓમ પર્વત તેની આકર્ષક અને રમણીય ‘ઓમ’ છબીના આકારને કારણે ખૂબ પ્રસિદ્ધ છે.પરંતુ આ વર્ષે એક ચોંકાવનારી ઘટના બનવા પામી છે. કરોડો હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલા આ પર્વત પરથી ‘ઓમ’ અચાનક ગાયબ થઈ ગયો છે. લગભગ 19,000 ફૂટની ઊંચાઈ પર આવેલા આ પર્વત પર વર્ષ દરમિયાન બરફના કારણે ‘ઓમ’ નો આકાર સ્પષ્ટપણે દેખાતો હતો, પરંતુ ઓગસ્ટમાં બરફની પરત અચાનક ગાયબ થઈ જતા હવે ‘ૐ ‘ ની છબી બિલકુલ જ ગાયબ થઈ ગઈ છે અને હવે ફક્ત કાળો પર્વત જ જોવા મળી રહ્યો છે. વર્ષોથી હજારો ભક્તોની ભગવાનની શિવની હાજરીનો પ્રમાણ આપતો આ પર્વત હવે પોતાની ઓળખાણ જ ગુમાવી બેઠો હોય તેવું લાગી રહ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર અહેવાલ

ઓમ પર્વત ઉપરથી ‘ૐ ‘જ થયો ગાયબ

વાસ્તવમાં આ પહેલી જ વાર છે કે ઓમ પર્વત પરથી ‘ઓમ’ની આકૃતિ/છબી ગાયબ થઈ છે. મળતી માહિતીના અનુસાર, વૈશ્વિક તાપમાનમાં વધારો, હિમાલયમાં બરફ પીગળવા, બાંધકામના વૃદ્ધિ અને માનવ દખલગીરીને આ ઘટનાનું મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યું છે. વધતા તાપમાનના કારણે હિમાલયના આ વિસ્તારમાં બરફ ઝડપથી ઓગળી રહ્યો છે, જેનાથી પર્વત પરથી ‘ઓમ’નો આકાર દૂર થઈ ગયો છે.વર્ષોથી કૈલાશ માનસરોવર યાત્રામાં ગાઈડ તરીકે સેવા આપતા એક સ્થાનિકના જણાવ્યા અનુસાર, આ પર્વત પર આ પહેલા પણ બરફ ગાયબ થયો છે, પરંતુ આ વખતે ગ્લોબલ વોર્મિંગ, વાહનોની અવરજવર અને પર્યાવરણ પર પડતી નકારાત્મક અસરને કારણે આ પ્રકારની ઘટનાઓ વધુ ગંભીર બની રહી છે.

ખૂબ જ ચિંતાજનક બાબત

ઉલ્લેખનીય છે કે, ક્લાઈમેટિક ચેન્જનું નવું સંશોધન દર્શાવે છે કે તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે, તો હિમાલયના 90 ટકા વિસ્તારને એક વર્ષથી વધુ સમય માટે દુષ્કાળનો સામનો કરવો પડી શકે છે. આ તર્કને ધ્યાનમાં રાખીને, હિમાલયના વિસ્તારમાં પાણીની અછત અને પર્યાવરણમાં ફેરફારના ચિંતાજનક સંકેત મળી રહ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ હવે ઘણા ધાર્મિક કારણો પણ લોકો કાઢી રહ્યા છે, પરંતુ આ ખરેખર પર્યાવરણને ધ્યાનમાં રાખવામાં આવે તો ખૂબ જ ચિંતાજનક બાબત છે.

આ પણ વાંચો : Bengal Bandh : કાર પર 7 રાઉન્ડ ફાયરિંગ, BJP નેતાએ શેર કર્યો આ ખતરનાક Video

Whatsapp share
facebook twitter