મુંબઇ : એક દંપત્તીએ પોતાના અંગત પળોનો વીડિયો પોર્ન સાઇટ પર અપલોડ થયાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપ છે કે, તેણે પહેલા મહિલાના પતિ પાસે આ વીડિયો લીધો અને પછી પોર્ન સાઇટ પર અપલોડ કરી દીધો. ત્યાર બાદ વીડિયો હટાવવા માટે 50 હજાર રૂપિયાની માંગ કરી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
દારૂના નશામાં ધુત્ત થઇને કર્યો કાંડ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી જોશુઆ ફ્રાંસિસ દંપત્તિનો મિત્ર છે. તેણે જણાવ્યું કે, મહિલાનો પતિ દારૂના નશામાં ધુત્ત રહે છે અને બંન્ને વચ્ચે નાની નાની વાતોમાં ઝગડા થતા રહે છે. અધિકારીએ જણાવ્યું કે, પતિએ પત્ની સાથે વિતાવેલા અંતરંગ પળોનો વીડિયો પોતાના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો. તેણે આ વીડિયો ફ્રાંસિસને આપી દીધો હતો.
મહિલાને વીડિયો દેખાડીને ધમકાવી
કાંદિવલીના સમતા નગર પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદ અનુસાર ફ્રાંસિસે હાલમાં જ ફોન કરીને જણાવ્યું કે, તેનો અંગત વીડિયો અને તસ્વીરો એક અશ્લીલ વેબસાઇટ પર અપલોડ કરી છે. તેણે આ વેબસાઇટની યુઆરએલ પણ તેને આપી હતી. ફ્રાંસિસે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, તેનો મિત્ર વિકાસ છે જે સાઇબર એક્સપર્ટ છે અને તે આ તસ્વીરો તથા વીડિયો હટાવી શકે છે. ત્યાર બાદ ફ્રાંસિસે જ વિકાસ બનીને મહિલાને વ્હોટ્સએપ કોલ કર્યો અને કહ્યું કે, તમામ સામગ્રી હટાવી દેશે પરંતુ તેના માટે 50 હજાર રૂપિયાનો ખર્ચ થશે. મહિલા પૈસા આપવા માટે તૈયાર થઇ ગઇ હતી. થોડા દિવસો બાદ વીડિયો અને તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ ગઇ. જેના કારણે આખરે મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી.
હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી
પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ફ્રાંસિસે પોલીસ પુછપરછમાં સ્વિકાર કર્યો કે, તેણે મહિલાના પતિ પાસેથી ઉક્ત વીડિયો અને તસ્વીરો મળી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, તેણે પહેલા પોર્ન સાઇટ પર અપલોડ કર્યો અને પછી મહિલા પાસેથી પૈસા લઇને તેને હટાવી દીધો હતો. ત્યાર બાદ તેણે સોશિયલ મીડિયા પર આ વીડિયો અપલોડ કરી દીધો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ વધારે તપાસ ચલાવી રહી છે.