+

CM સ્ટાલિનની ચોંકાવનારી અપીલ, હવે સમય આવી ગયો છે 16 બાળકો પેદા કરો

સ્ટાલિનની ચોંકાવનારી અપીલ: 16 બાળકો પેદા કરવાની સલાહ ચંદ્રબાબુ પછી સ્ટાલિનનો પણ વસ્તી વધારવાનો આગ્રહ! દેશની જનસંખ્યા વધારવા CM સ્ટાલિને આપ્યું નિવેદન Tamilnadu CM MK Stalin : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ…
  • સ્ટાલિનની ચોંકાવનારી અપીલ: 16 બાળકો પેદા કરવાની સલાહ
  • ચંદ્રબાબુ પછી સ્ટાલિનનો પણ વસ્તી વધારવાનો આગ્રહ!
  • દેશની જનસંખ્યા વધારવા CM સ્ટાલિને આપ્યું નિવેદન

Tamilnadu CM MK Stalin : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની અપીલ બાદ, હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન દ્વારા પણ નવિવાહિત યુગલોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરવામાં આવી છે. ચેન્નાઈ (Chennai) માં એક કાર્યક્રમ દરમિયાન, તેમણે ખાસ કરીને 16 બાળકો પેદા કરવાની વાત કરી હતી.

16 બાળકો પેદા કરવાની સલાહ

ચેન્નાઈમાં હિન્દુ ધાર્મિક અને એન્ડોમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દરમિયાન, 31 યુગલોએ મુખ્યમંત્રી સ્ટાલિન (CM Stalin) ની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “કદાચ હવે સમય આવી ગયો છે કે 16 પ્રકારની સંપત્તિને બદલે 16 બાળકો પેદા કરવાની જરૂર છે.” તેમણે ઉમેર્યું કે, આપણે જે વસ્તી ધરાવતા હતા તે ઘટી રહી છે, અને આનો પ્રત્યક્ષ અસર આપણાં સંસદીય બેઠકો પર પણ પડી શકે છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને માનવ સંસાધન અને સામાજિક ન્યાય પ્રધાન શેખર બાબુની પ્રશંસા કરી, દાવો કર્યો કે સાચા ભક્તો મંદિરોની જાળવણી અને સંસાધનોને સુવ્યવસ્થિત કરવા માટે DMK સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરે છે. તેમણે કહ્યું કે જે લોકો ભક્તિને માસ્ક તરીકે ઉપયોગ કરે છે તેઓ નારાજ છે અને DMK સરકારની સફળતાને રોકવા માટે કેસ દાખલ કરી રહ્યા છે.

સ્ટાલિનનો અનોખો તર્ક

મુખ્યમંત્રી એમકે સ્ટાલિ (CM MK Stalin) ને તાજેતરમાં એક વિશેષ કાર્યક્રમમાં 16 બાળકોનો ઉલ્લેખ કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેમણે દાવો કર્યો કે, પહેલાં વડીલો નવા પરિણીત યુગલોને 16 પ્રકારની મિલકત મેળવવા માટે આશીર્વાદ આપતા હતા, પરંતુ હવે તે કરવાની જગ્યાએ 16 બાળકો રાખવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું, “જ્યારે વડીલો કહેતા હતા કે તમારે 16 બાળકો રાખવા જોઈએ અને સમૃદ્ધ જીવન જીવવું જોઈએ, ત્યારે તેમનો અર્થ 16 બાળકો નહીં પરંતુ 16 પ્રકારની સંપત્તિ હતી, જેનો લેખક વિશ્વનાથને તેમના પુસ્તક ગાય, ઘર, પત્ની, બાળકોમાં ઉલ્લેખ કર્યો છે.

CM ચંદ્રબાબુ નાયડુએ પણ આપ્યું હતું આવું નિવેદન

આ પહેલા રવિવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વૃદ્ધોની વધતી જતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે વધતી જતી ચિંતાઓને ટાંકીને, તેમણે દક્ષિણના રાજ્યોમાં પરિવારોને વધુ બાળકો પેદા કરવા વિનંતી કરી. નાયડુએ દેશના ડેમોગ્રાફિક ડિવિડન્ડને જાળવી રાખવા પ્રદેશમાં યુવા વસ્તીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નાયડુએ જાહેરાત કરી કે, “સરકાર એક કાયદો લાવવાની યોજના બનાવી રહી છે જે ફક્ત બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવા માટે પાત્ર બનાવે છે.”

આ પણ વાંચો:  Tamlil Nadu : એમકે સ્ટાલિને કેન્દ્ર સરકારને ‘રાષ્ટ્રગીત’ને લઈને કરી અનોખી માગ, Video

Whatsapp share
facebook twitter