+

Pakistan માં મોર્નિંગ વોક પર નિકળ્યા જયશંકર, જુઓ પછી શું થયું…

ભારતીય હાઇ કમિશ્નર સાથે મોર્નિંગ વોક હાઇકમિશ્નર ઓફીસમાં કર્યું વૃક્ષારોપણ જયશંકરના અંદાજની સોશિયલ મીડિયામાં ચર્ચા ઇસ્લામાબાદ : ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર શંઘાઇ સહયોગ સંગઠન (SCO) શિખર સમ્મેલનમાં જોડાવા માટે…
  • ભારતીય હાઇ કમિશ્નર સાથે મોર્નિંગ વોક
  • હાઇકમિશ્નર ઓફીસમાં કર્યું વૃક્ષારોપણ
  • જયશંકરના અંદાજની સોશિયલ મીડિયામાં ચર્ચા

ઇસ્લામાબાદ : ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર શંઘાઇ સહયોગ સંગઠન (SCO) શિખર સમ્મેલનમાં જોડાવા માટે પાકિસ્તાન પહોંચે છે. પાકિસ્તાનમાં SCO ની મીટિંગથી વધારે ડૉ.એસ.જયશંકરને પહોંચે તેવી ચર્ચા છે. આ દરમિયાન મંગળવારે તેઓ પાકિસ્તાનમાં બનેલા ભારતના કિલ્લા એટલે કે ભારતીય હાઇકમિશ્નર સાથે મુલાકાત કરવા માટે નિકળ્યા હતા. ડૉ.જયશંકરે તસ્વીરો શેર કરી છે. જેમાં તેઓ ભારતીય હાઇકમિશન પરિસરમાં અનેક અન્ય લોકો સાથે સવારે મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા હતા. આ તસ્વીર પર એક વ્યક્તિએ લખ્યું કે, इसे कहते हैं छाती पर मूंग दलना।

આ પણ વાંચો : Kandla: ઇમામી એગ્રો કંપનીમાં 5 કામદારોના મોતથી હાહાકાર

જયશંકર SEO સંમેલન પુર્ણ કરી ભારત પરત ફર્યા

જયશંકરે 15 અને 16 ઓક્ટોબરના રોજ એસસીઓ કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ શિખર સમ્મેલન માટે પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ભારત હાઇકમિશ્નર છે. પરિસરમાં ફરવાની સાથે સાથે ડૉ. જયશંકરે હાઇકમિશનના પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. મંગળવારે જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. વરિષ્ઠ પાકિસ્તાની અધિકારીઓએ નૂર ખાન એરબેઝ પર તેનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત પાકિસ્તાનના બાળકોએ પારંપરિક પરિધાનમાં ફુલ આપીને તેમનું સ્વાગત કર્યું.

આ પણ વાંચો : Bhopal માં જુનિયર ઓડિટરના ઘરમાંથી મળ્યો ‘કુબેરનો ખજાનો’, અધિકારીઓ પણ ચોંક્યા

જયશંકરના ચશ્માની પણ ચર્ચા

પાકિસ્તાનમાં ડૉ.જયશંકરના અંદાજ સૌથી વધારે ચર્ચામાં છે. અત્રે ઉલ્લેખનીય છેકે, તેઓ ભારતીય એરફોર્સના વિમાનથી પાકિસ્તાન પહોંચ્યા. પાકિસ્તાનમાં પ્લેનમાંથી ઉતર્યા બાદ તેઓ ગાડી તરફ આગળ વધ્યા તો એક કાળા ચશ્મા પહેર્યા હતા. સુટબુટમાં ચશ્મા લગાવીને તેઓ ગાડી તરફ જતા હોય તેવો વીડિયો હવે સોશિયલ મીડિયામાં શેર થઇ રહ્યો છે. જેને લોકો હવે અસલી હીરો અને બોસની સ્ટાઇલ ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો : Salman Khan એ બિશ્નોઈ ગેંગને વળતી ધમકી આપવી જોઈએ : RGV

એક દશક બાદ ભારતીય નેતા પાકિસ્તાનની ધરતી પર

જયશંકરની આ યાત્રા ખુબ જ મહત્વપુર્ણ છે. કારણ કે છેલ્લા 9 વર્ષોમાં આ પહેલીવાર છે કે જ્યારે કોઇ વિદેશ મંત્રી પાકિસ્તાન યાત્રા પર ગયા હોય. આખરે 2015 માં અફઘાનિસ્તાનના એક સમ્મેલન માટે તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનની યાત્રા કરી હતી. કાશ્મીર મુદ્દે અને પાકિસ્તાન તરફથી સીમા પાર આતંકવાદનો મુદ્દો બંન્ને દેશો વચ્ચે તણાવનું અસલી કારણ છે. જયશંકર મંગળવારે એક ડિનર પહેલા પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફને પણ મળ્યા હતા.

આ પણ વાંચો : IPO:આવી રહ્યો છે અદ્ભુત IPO,દરેક શેર પર 1350 રૂપિયાની કમાણી!

Whatsapp share
facebook twitter