+

ભાગો ભાગો ભેડિયા આયા, બહરાઈચ બાદ બરેલીમાં વરુઓની દસ્તક!

બહરાઈચના ગામડાઓ બાદ હવે બરેલીમાં માનવભક્ષીની લટાર બરેલીમાં એક મહિલા પર વરુએ કર્યો હુમલો ગામના લોકોએ વરુ જોયો હોવાનો કર્યો દાવો Terror of the wolf : બહરાઈચ (Bahraich) ના 35…
  • બહરાઈચના ગામડાઓ બાદ હવે બરેલીમાં માનવભક્ષીની લટાર
  • બરેલીમાં એક મહિલા પર વરુએ કર્યો હુમલો
  • ગામના લોકોએ વરુ જોયો હોવાનો કર્યો દાવો

Terror of the wolf : બહરાઈચ (Bahraich) ના 35 ગામડાઓમાં દહેશત મચાવનારા માનવભક્ષી વરુઓ હવે બરેલી (Bareli) માં જોવા મળ્યા હોવાનું બહાર આવ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, બરેલીના બહેરીના મનસૂરગંજ ગામ (Mansoorganj village) માં નદી પાસે વરુઓએ હુમલો કરી 3 લોકોને ઘાયલ કર્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે આ કારણે લોકો ખૂબ જ ડરી ગયા છે. તેમણે 3 વરુ જોયા હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ, માહિતી મળતાની સાથે જ, વન વિભાગની ટીમને સ્થળ પર એલર્ટ કરવામાં આવી હતી. ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

વરુએ મહિલા પર કર્યો હુમલો

ઉત્તર પ્રદેશના બહરાઈચ, રામપુર, લખીમપુર ખેરી અને સીતાપુર જેવા જિલ્લાઓમાં માનવભક્ષી વરુઓનો દહેશત જોવા મળી રહી છે, અને હવે તેનો ખતરો બરેલી સુધી પહોંચી ગયો છે. બરેલી જિલ્લાના બહેરીના મનસૂરગંજ ગામમાં વરુઓએ નદીના કિનારે ત્રાસ મચાવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મંગળવારે ગુડવારા અને મનસૂરગંજ ગામની વચ્ચે વહેતી દૌરા નદી પાસે ખેતરમાં લેડીફિંગર તોડી રહેલી મુન્ની દેવી પર વરુએ હુમલો કર્યો અને તેનો પગમાં બચકા ભર્યા હતા. જોકે, તેમને બચાવવા દોડેલા પતિ નેમ ચંદને પણ વરુએ ઇજા પહોંચાડી હતી. કોઈક રીતે લોકોએ દરમિયાનગીરી કરી અને ત્યાથી વરુઓ ભાગી ગયા. દંપતીએ હોસ્પિટલમાં જઈને સારવાર કરાવી હતી અને આ અંગે વન વિભાગને જાણ કરી હતી. હાલ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. જોકે, આ વચ્ચે બહરાઈચમાં પણ વરુઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

વરુ અગાઉ પણ જોવા મળ્યું હતું

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ વરુ અગાઉ પણ જોવા મળ્યા હતા. સોમવારે સાંજે પણ નદીની આસપાસ ખેતરમાં ઘાસ કાપતી મીનાને વરુએ હુમલો કર્યો હતો. જે વખતે વરુ વસાહતી વિસ્તાર નજીક પહોંચ્યું, ત્યારે ગામના યુવાનોએ તેને પાવડાથી માર માર્યો અને ભગાડી મૂક્યો. મંગળવારની સવારે ફરી એક વખત નદી કિનારે વરુ જોવા મળતાં ગામના લોકો ભયમાં જીવવા મજબૂર બન્યા છે. ખાસ કરીને બાળકો અને મહિલાઓને ઘરની બહાર ન જવા દેવામાં આવી રહ્યા છે. મહિલાએ જણાવ્યું કે, જ્યારે તે ખેતરમાં કામ કરતી હતી, ત્યારે પાછળથી વરુએ તેના પર હુમલો કર્યો. તે ખૂબ જ ડરી ગઈ અને નીચે પડી ગઈ હતી. દરમિયાન તેણે બુમો પાડવાનું શરૂ કર્યું અને તેનો દીકરો દોડી આવ્યો અને તે વરુ ભાગી ગયો હતો.

આ પણ વાંચો:  બહરાઈચના 35 ગામડાંઓમાં દહેશત મચાવનારા ચોથા માનવભક્ષી વરૂને પકડી લેવાયો, 2 ની શોધખોળ ચાલુ

Whatsapp share
facebook twitter