- હરિયાણા ચૂંટણીના પરિણામ પર રાકેશ ટિકૈતેનું નિવેદન વાયરલ
- દેશ ખાડામાં જશે અને આખો દેશ વેચાઈ જશે : રાકેશ ટિકૈત
- લોકો ભાજપથી નારાજ હતા તેમ છતા..: રાકેશ ટિકૈત
હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana assembly election) માં ભાજપે (BJP) શાનદાર જીત મેળવી છે. ભાજપની આ લીડ પર દેશભરમાંથી અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા અને અગ્રણી ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) આ જીત અંગે નિવેદન આપ્યું છે. મુઝફ્ફરનગરમાં પત્રકારો સાથે વાત કરતા ટિકૈતે ચૂંટણી પરિણામો (election results) પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું, “જો આટલી નારાજગી છતાં ભાજપ સરકાર બનાવે છે, તો દેશ ખાડામાં જશે અને આખો દેશ વેચાઈ જશે.”
લોકો ભાજપથી નારાજ હતા તેમ છતા..: રાકેશ ટિકૈત
જણાવી દઇએ કે, BKU નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) ને પણ આશા હતી કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે. ભલે ટિકૈતે ખુલ્લેઆમ કોંગ્રેસ માટે મત માંગ્યા નહોતા, અંદરથી તેઓ કોંગ્રેસને સમર્થન આપી રહ્યા હતા. આ જ કારણ છે કે જ્યારે હરિયાણામાં ભાજપની સરકાર બનવાની છે ત્યારે રાકેશ ટિકૈત (Rakesh Tikait) નારાજ થઈ ગયા છે. ટિકૈતે કહ્યું હતું કે, ભાજપ સામે આટલા ગુસ્સા પછી પણ જો તે જીતશે તો દેશ સંપૂર્ણ રીતે વેચાઈ જશે, દેશ ખાડામાં જશે. ટિકૈતે કહ્યું કે, અમને સમજાતું નથી કે હરિયાણાના લોકો ભાજપથી આટલા નારાજ હતા, તેમ છતાં તેમની સરકાર બની રહી છે. આ કેવી રીતે થાય છે તે ખબર નથી પડી રહી. અમને નથી લાગતું કે જનતાએ ભાજપને તક આપી છે, એમાં ચોક્કસ મૂંઝવણ છે. આ કેન્દ્ર સરકાર સરકાર બનાવવાની દરેક સંભવિત રીતો જાણે છે.
Listen to a farmer leader Rakesh Tikait on Haryana election results!
“People are not voting, so where are so many votes coming from???
This is political mathematics, it is beyond my understanding.”#HaryanaElectionResult pic.twitter.com/v50IDaSPaV
—
SHAIKH
(@azharfru1) October 8, 2024
ભાજપની હારની આગાહી
રાકેશ ટિકૈતે કહ્યું કે, લોકોમાં ભાગલા પાડીને સરકાર કેવી રીતે બનાવવી તેનું ગણિત આ સરકાર જાણે છે. રાકેશ ટિકૈતે ચૂંટણી પંચ અને વહીવટી અધિકારીઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, તેઓએ નિષ્પક્ષપણે ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર પાસે ચૂંટણી જીતવાના ઘણા રસ્તા છે અને તે આ પદ્ધતિઓનો ઉપયોગ ચૂંટણીમાં છેડછાડ કરવા માટે કરી શકે છે. રાકેશ ટિકૈતે કહ્યું કે, ચૂંટણી પરિણામો પહેલા ભાજપની હારની આગાહી કરવામાં આવી હતી. ટિકૈતે કહ્યું હતું કે, હરિયાણા ચૂંટણીમાં સરકારને મોટું નુકસાન થવાનું છે. હવે હરિયાણામાં ભાજપની સરકાર બનવાની નથી. હરિયાણાના લોકો ભાજપ સરકાર સામે ચૂપચાપ ચૂંટણી લડી રહ્યા છે. ટિકૈતે હરિયાણામાં ભાજપની હાર પાછળ ખેડૂતોના આંદોલનને કારણ ગણાવ્યું હતું. ખેડૂત નેતાએ કહ્યું હતું કે ભલે દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન થયું પરંતુ તેની સૌથી વધુ અસર હરિયાણામાં થઈ. તેની અસર હરિયાણાની ચૂંટણીમાં જોવા મળી શકે છે.
ભાજપને જંગી બહુમતી મળી
જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 48 સીટો જીતીને ત્રીજી વખત સત્તામાં આવી છે. વળી, કોંગ્રેસે પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે અને 37 બેઠકો જીતી છે. જ્યારે સાડા ચાર વર્ષ સુધી સત્તામાં ભાગીદાર રહેલી JJP નો સફાયો થઈ ગયો છે. પંજાબ મહિલા મોરચાના પ્રમુખ જૈનદ્ર કૌરે કહ્યું કે, પંજાબમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપને બેશકપણે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ વોટ બેંકમાં ભાજપ 18 ટકાથી વધુ વોટ બેંક સ્થાપિત કરવામાં સફળ રહી હતી. તેમણે કહ્યું કે, હરિયાણામાં પણ વિધાનસભા ચૂંટણી વખતે ખેડૂતોના સંગઠનો તરફથી જોરદાર વિરોધ થયો હતો, પરંતુ હરિયાણાના મતદારોએ ખેડૂતોના વિરોધને અવગણીને તેમના સુવર્ણ ભવિષ્યને પ્રાથમિકતા આપી અને સતત ત્રીજી વખત ભાજપને તક આપી.
આ પણ વાંચો: PM Narendra Modi એ કહ્યું, હરિયાણાને લોકોએ ચોતરફ કમળથી પ્રફુલ્લિત કર્યું છે