+

OMG! ટ્રેનના AC કોચમાં નીકળ્યો સાપ, જુઓ Video

Viral Video : ટ્રેનમાં વરસાદી પાણી AC માંથી પડવાની ઘટનાઓ તમે જોઇ જ હશે. પણ હવે તો ટ્રેનમાં સાપ (Snake in Train) પણ નીકળવા લાગ્યો છે. જીહા, જબલપુર અને મુંબઈ…

Viral Video : ટ્રેનમાં વરસાદી પાણી AC માંથી પડવાની ઘટનાઓ તમે જોઇ જ હશે. પણ હવે તો ટ્રેનમાં સાપ (Snake in Train) પણ નીકળવા લાગ્યો છે. જીહા, જબલપુર અને મુંબઈ વચ્ચે દોડતી ગરીબ રથ ટ્રેન (Garib Rath Express train) નો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં AC ની અંદર એક સાપ જોવા મળ્યો હતો. સાપને જોતા જ મુસાફરો ડરી ગયા હતા. કહેવાય છે કે આ ઘટના શનિવારે બની હતી જ્યારે ટ્રેન કસારા રેલવે સ્ટેશન પાસે પહોંચી હતી. વીડિયો વાયરલ થયા બાદ ભારતીય રેલવે ટ્રોલ થઈ રહી છે.

ટ્રેનમાં નીકળ્યો સાપ

જબલપુરથી મુંબઈ જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસના મુસાફરોમાં અચાનક ડર ફેલાયો હતો. આ ટ્રેનમાં AC કોચમાં અચાનક સાપ જોવા મળ્યો હતો. તેને જોઇને કોચમાં રહેલા મુસાફરો આમ તેમ દોડવા લાગ્યા હતા. રવિવારે જબલપુરથી મુંબઈ જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસમાં એક કોબ્રા જોવા મળ્યો હતો. આ ઘટના કસારા રેલવે સ્ટેશન નજીક બની હતી જ્યારે મુસાફરોએ કોચ નંબર G3ની બાજુની બર્થ નંબર 23 પર સાપ જોયો હતો. એક મુસાફરે આ ઘટનાનો વીડિયો બનાવ્યો જે વાયરલ થઈ રહ્યો છે. જોકે, ગુજરાત ફર્સ્ટ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. આ પછી મુસાફરોમાં ડર ફેલાઈ ગયો હતો. છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય રેલવે નકારાત્મક કારણોસર સતત સમાચારોમાં રહે છે. અગાઉ પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં મોટા રેલવે અકસ્માતો થયા હતા. આ પછી, બિહાર અને યુપી સહિત અન્ય સ્થળોએ છૂટાછવાયા રેલ અકસ્માતો થતા રહ્યા છે.

G-17 કોચમાં સાપ જોવા મળ્યો

ઉલ્લેખનીય છે કે, ભારતીય રેલવેની ગરીબ રથ ટ્રેનની અંદર એક સાપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના જબલપુરથી મુંબઈ જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં આ સાપ જોવા મળ્યો હતો. કોચ નંબર G-17માં અચાનક એક સાપ નીકળ્યો હતો. સાપને જોઈને કોચની અંદર મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કોચની અંદરના મુસાફરો પોતાની સીટ પરથી ઉભા થઈને આમ તેમ ભાગવા લાગ્યા હતા. આમાંથી એક પેસેન્જરે તેનો વીડિયો પણ બનાવ્યો હતો. વાયરલ વીડિયોમાં AC કોચની અંદર એક સાપ જોઈ શકાય છે. યાત્રીઓ સાપને જોયા બાદ ખૂબ જ ડરી ગયા છે અને એકબીજાને તેનાથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટ્રેનની અંદર અને રેલવે સ્ટેશન પર ઘણા બધા ઉંદરો છે. આવી સ્થિતિમાં ઉંદર ખાવાના લોભમાં સાપ પ્લેટફોર્મ પર આવીને ટ્રેનમાં ચડી ગયો હશે.

રેલવેએ શું કરી સ્પષ્ટતા?

આ અંગે વેસ્ટ સેન્ટ્રલ રેલવે ઝોનના CPRO હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સાપ બહાર આવવાની ઘટના પ્રકાશમાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના કસારા રેલવે સ્ટેશન પાસે બની હતી. રેલવે સ્ટાફ દ્વારા બોગીઓની નિયમિત સફાઈ કરવામાં આવે છે.

આ પણ વાંચો:  આ મગરને જોઈને અંદાજો લગાવી શકાય છે કે કરોડો વર્ષો પહેલા કેવા હશે Dinosaur

Whatsapp share
facebook twitter