+

Maharashtra : ચૂંટણી પૂર્વે ઉદ્ધવ સેનાથી અલગ થયા આ નેતા, અજિત પવારની NCP માં જોડાયા

મહારાષ્ટ્રમાં ચૂંટણી પૂર્વે ઉદ્ધવ સેનાને ઝટકો શિવસેના (UBT)માં પડ્યું રાજીનામું જ્ઞાનેશ્વર (મૌલી આબા) કટકેએ આપ્યું રાજીનામું રાહુલ ગાંધીને 24 કલાકનું અલ્ટીમેટમ Maharashtra Assembly Election : મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી (MVA)માં સીટની…
  • મહારાષ્ટ્રમાં ચૂંટણી પૂર્વે ઉદ્ધવ સેનાને ઝટકો
  • શિવસેના (UBT)માં પડ્યું રાજીનામું
  • જ્ઞાનેશ્વર (મૌલી આબા) કટકેએ આપ્યું રાજીનામું
  • રાહુલ ગાંધીને 24 કલાકનું અલ્ટીમેટમ

Maharashtra Assembly Election : મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી (MVA)માં સીટની વહેંચણીને લઈને તણાવ વધી રહ્યો છે. શિવસેના (UBT), કોંગ્રેસ, અને NCP (SP) વચ્ચે બેઠકોની ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મંત્રણા વચ્ચે ભારે ઝટકો લાગ્યો છે, કારણ કે જ્ઞાનેશ્વર (મૌલી આબા) કટકેએ તેમના પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પહેલા જ, જ્ઞાનેશ્વર અજિત પવારની NCPમાં જોડાઇ ગયા છે, જે ઉદ્ધવ માટે વધુ પડકાર ઊભો કરશે.

રાહુલ ગાંધીને 24 કલાકનું અલ્ટીમેટમ

મહાવિકાસ અઘાડીમાં બેઠકોના વિતરણને લઈને સામાન્ય રીતે ચર્ચાઓ થઇ રહી છે, પરંતુ ઉદ્ધવ ઠાકરે દ્વારા કેટલાક મુદ્દાઓને નક્કી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે રાહુલ ગાંધીને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે જો સીટો નક્કી કરવામાં ન આવે તો પાર્ટી સોમવારે પોતાની યાદી જાહેર કરશે. આ દબાણ કોંગ્રેસમાં તણાવ વધારી રહ્યું છે. મહાવિકાસ આઘાડીમાં સીટોની વહેંચણીમાં જેટલો વિલંબ થઈ રહ્યો છે તેટલા જ ઉદ્ધવ ઠાકરેના ધબકારા વધી રહ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ દિલ્હી તરફ જોઈ રહી છે. મહાવિકાસ અઘાડીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દિલ્હીમાં કોંગ્રેસની બેઠક શરૂ થઈ ગઈ છે. આદિત્ય ઠાકરે મુંબઈમાં શરદ પવારને મળ્યા હતા. આ સાથે સંજય રાઉતે શરદ પવાર સાથે પણ મુલાકાત કરી છે.

INDIA ગઠબંધનની ઝારખંડમાં શું સ્થિતિ?

ઝારખંડમાં સીટની વહેંચણીને લઈને INDIA ગઠબંધનમાં હંગામો થયો હતો. હેમંત સોરેનની પાર્ટી JMM અને કોંગ્રેસે સાથે મળીને તેજસ્વી યાદવનો સાથ લીધો છે. 81 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ અને JMMએ 70 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેજસ્વી યાદવ 22 સીટોની માંગ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં JMM અને કોંગ્રેસ કહી રહ્યા છે કે હવે બાકીની 11 સીટો ડાબેરીઓ અને RJD ને આપવામાં આવશે.

આ પણ વાંચો:  CM સ્ટાલિનની ચોંકાવનારી અપીલ, હવે સમય આવી ગયો છે 16 બાળકો પેદા કરો

Whatsapp share
facebook twitter