- ભાજપની સાંસદની વધી મુશ્કેલીઓ
- કંગના રનૌતને જબલપુર કોર્ટે ફટકારી નોટિસ
- કંગનાએ ઉઠાવ્યા હતા શંકરાચાર્ય પર સવાલ
પોતાની વાણીથી હરહંમેશા ચર્ચામાં રહેતા કંગના રનૌત (Kangana Ranaut) હવે ખરાબ રીતે ફસાઈ ગયા છે. જીહા, આ વખતે તે પોતાના જુના નિવેદન પર ફસાયા છે. તેને જબલપુર કોર્ટે (Jabalpur Court) નોટિસ (Notice) મોકલી આપી છે. જબલપુર કોર્ટે અભિનેત્રીને દેશની આઝાદીને લઈને આપેલા નિવેદનને લઈને નોટિસ (Notice) જારી કરી છે. આ સાથે આ કેસની આગામી સુનાવણી 5 નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે.
અમિત સાહુએ શું કહ્યું?
જણાવી દઇએ કે, ફરિયાદી એડવોકેટ અમિત સાહુનું કહેવું છે કે કંગનાના નિવેદનથી માત્ર સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન થયું નથી પરંતુ દરેક ભારતીયને પણ દુઃખ થયું છે. તેમણે વધુમાં કહ્યું કે, તેમનું નિવેદન એ અમર સેનાનીઓનું અપમાન છે જેમણે દેશની સ્વતંત્રતા ચળવળમાં યોગદાન આપ્યું હતું. તેમણે આગળ કહ્યું કે, કંગના રનૌતનું નિવેદન નિંદનીય છે અને અમને તે ખૂબ જ ખરાબ લાગ્યું છે. ભારતની આઝાદી માટે લાખો અને કરોડો લોકોએ બલિદાન આપ્યું છે, ત્યારે જ આપણને અંગ્રેજો સામે આઝાદી મળી છે. આ અંગે અમે ફરિયાદ કરી હતી અને કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. માનનીય કોર્ટે આ અંગે સુનાવણી કરી છે અને અભિનેત્રી કંગના રનૌતને નોટિસ પાઠવી છે. કેસની આગામી સુનાવણી 5 નવેમ્બરે છે.
કંગના રનૌતે શું કહ્યું હતું?
કંગના રનૌત ઘણીવાર પોતાના નિવેદનથી ચર્ચામાં બની રહે છે. ત્યારે તાજેતરમાં તેના ભારતની આઝાદી પર આપેલા નિવેદન પર કોર્ટે તેને નોટિસ ફટકારી છે. કંગનાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “ભારતને 1947માં જે આઝાદી મળી હતી તે ભીખ માંગીને મળી હતી. કંગના રનૌતે કહ્યું હતું કે, “લોર્ડ માઉન્ટબેટન એક સંધિ હેઠળ ભારતને આઝાદી આપીને ચાલ્યા ગયા હતા.” ભારત સાચા અર્થમાં 2014માં આઝાદ થયું હતું.” કંગના કહે છે, “ભારતને અંગ્રેજોએ લડીને ગુલામ બનાવ્યું હતું, તેમ છતાં તેઓ લડ્યા વિના ભારત છોડી ગયા, તેથી આ આઝાદી ભિક્ષા દ્વારા મળેલી આઝાદી ગણાશે.
કંગનાએ શંકરાચાર્ય પર સવાલ ઉઠાવ્યા
પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી કંગનાએ આ વર્ષે જુલાઈમાં શંકરાચાર્ય પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષો તૂટવા અને એકનાથ શિંદેના મુખ્યમંત્રી બનવા પર તેમણે લખ્યું હતું કે જો કોઈ રાજકારણી રાજનીતિ નહીં કરે તો શું તે ગોલગપ્પા વેચશે. તેમણે આ જ મુદ્દા સાથે જોડાયેલ એક પોસ્ટમાં કહ્યું હતું કે, શંકરાચાર્યજીએ મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી પર દેશદ્રોહી અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરીને સૌ કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, શંકરાચાર્યજી આવી નાની વાતો કહીને હિંદુ ધર્મની ગરિમાને ઠેસ પહોંચી રહી છે.
આ પણ વાંચો: શું સેલ્ફ ગોલ કરી રહી છે Kangana Ranaut? જાણો કેમ થઇ રહી છે આ ચર્ચા