+

6G TECHNOLOGY માટે પણ હવે ભારત છે તૈયાર! PM MODI એ 6G વિશે આપી આ મોટી અપડેટ

સંબોધનમાં PM MODI એ 6G TECHNOLOGY વિશે વાત કરી 6G TECHNOLOGY ની દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે – PM MODI 6G TECHNOLOGY અમને ઘણા ક્ષેત્રોમાં ઘણી મદદરૂપ સાબિત થશે…
  • સંબોધનમાં PM MODI એ 6G TECHNOLOGY વિશે વાત કરી
  • 6G TECHNOLOGY ની દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે – PM MODI
  • 6G TECHNOLOGY અમને ઘણા ક્ષેત્રોમાં ઘણી મદદરૂપ સાબિત થશે – PM MODI

સમગ્ર ભારત આજે પોતાનો 78 મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ દિવસે PM MODI એ દિલ્હીના લાલ કિલ્લા ઉપર 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ PM MODI એ દેશ વાસીઓનું સંબોધન કર્યું હતું. PM MODI એ પોતાના 1 કલાક અને 41 મિનિટના સંબોધનમાં ઘણા અગત્યના વિષય ઉપર વાત કરી હતી. પરંતુ તેમાં પણ ખાસ PM MODI એ 6G TECHNOLOGY વિશે વાત કરી હતી, જેને સૌની ધ્યાન ખેંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારત TECHNOLOGY ના ક્ષેત્રે ખૂબ જ ઝડપથી આગળ ધમધમી રહ્યું છે. દિવસે દિવસે ભારત આ ક્ષેત્રમાં સફળતાના નવા શિખર સર કરી રહ્યું છે.ચાલો જાણીએ આ અહેવાલમાં કે PM MODI એ આવનારી 6G TECHNOLOGY વિશે શું કહ્યું.

6G TECHNOLOGY ની દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે – PM MODI

PM MODI એ લાલ કિલ્લા પરથી તેમના સંબોધનમાં કહ્યું હતું કે – ‘ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની સાથે, તે વૈશ્વિક મંચ પર લોકોને સૌથી વધુ સસ્તું મોબાઇલ ડેટા પ્લાન અને ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરી રહ્યું છે’ PM MODI એ વધુમાં કહ્યું કે – ‘અમે 5G પહેલાથી જ શરૂ કરી દીધું છે અને હવે 6Gની દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે.લોકોને હાઈ સ્પીડ 6જી ઈન્ટરનેટ કનેક્ટિવિટી મળી શકે તે માટે અમે 6જી ટાસ્ક ફોર્સની રચના કરી છે.’ PM MODI એ આગળ કહ્યું હતું કે – ‘ભારત 5G શરૂ કરનાર સૌથી ઝડપી દેશ બની ગયો છે સાથે 6G TECHNOLOGY અમને ઘણા ક્ષેત્રોમાં ઘણી મદદરૂપ સાબિત થશે’

JIO એ નિર્ધારિત સમય પહેલા જ દેશના 22 સર્કલમાં 5G શરૂ કરી દીધું છે

ઉલ્લેખનીય છે કે, ભારતમાં 5G નું નેટવર્ક ધીમે ધીમે દરેક જગ્યાએ પહોંચી રહ્યું છે. ભારતની મોટી ટેલિકોમ કંપનીઓ જેવી કે AIRTEL અને JIO 5G સુવિધા આપવામાં પોતાના પગલા માંડી રહ્યું છે.JIO ની વાત કરવામાં આવે તો હાલમાં જ તેના તમામ 22 સર્કલમાં 5G પ્રદાન કરવાનું કામ પૂર્ણ કર્યું છે. ખાસ વાત એ છે કે JIO એ નિર્ધારિત સમય પહેલા જ દેશના 22 સર્કલમાં 5G શરૂ કરી દીધું છે. બીજી તરફ કંપની AIRTEL પણ ઝડપથી 5Gનું કામ પૂર્ણ કરી રહી છે.આમ ભારત 5G માં તો પોતાનું કામ કરી જ રહ્યું છે પરંતુ ભારત હવે ભવિષ્યમાં આવનારી 6G TECHNOLOGY માટે પણ તૈયાર થઈ રહ્યું છે.

આ પણ વાંચો : Elon Musk: ડાન્સિંગ મોડમાં Elon Musk અને Donald Trump નો AI અવતાર, મસ્કે પોસ્ટ કર્યો, જુઓ Video

Whatsapp share
facebook twitter