- બ્રોડકાસ્ટિંગ બિલ, શું છે આ પાછળનું રહસ્ય?
- પ્રેસની આઝાદી પર ખતરો? બિલ પાછો ખેંચાયો
- ડિજિટલ ક્રાંતિ સામે સરકારનો ઝુકાવ?
કેન્દ્ર સરકારે હાલમાં બ્રોડકાસ્ટિંગ બિલ 2024 (Broadcasting Bill 2024) પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વિવિધ પક્ષો તરફથી મળેલી પ્રતિક્રિયાઓ અને સૂચનોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
શું હતું આ બિલ?
સરકારે બ્રોડકાસ્ટિંગ સર્વિસ (રેગ્યુલેશન) બિલને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ બિલ જે દેશના પ્રસારણ ક્ષેત્રને નિયમન કરવાનો છે, તેના પર જાહેર ટિપ્પણી માટેનો સમય વધારવામાં આવ્યો છે. આ બિલનો મુસદ્દો સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા ગત વર્ષે નવેમ્બરમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ બિલનો મુખ્ય હેતુ દેશમાં પ્રસારણ ક્ષેત્રને નિયમન કરવાનો હતો. બિલમાં ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અને વ્યક્તિગત કન્ટેન્ટ ક્રિએટર્સને સંબંધિત નવા નિયમો અને નિયંત્રણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
“The Ministry of Information & Broadcasting is working on a Draft Broadcasting Services (Regulation) Bill. The draft Bill was placed in public domain on 10.11.2023 along with the explanatory notes for comments of the stakeholders and the general public,” posts @MIB_India. pic.twitter.com/au25y7UCWq
— Press Trust of India (@PTI_News) August 12, 2024
નિર્ણય કેમ પાછો ખેંચાયો?
આ બિલના ડ્રાફ્ટ પર જાહેર ટિપ્પણી માટે સમય આપવામાં આવ્યો હતો, જેમાં ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ સહિત વિવિધ પક્ષોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઘણા લોકોનું માનવું હતું કે આ બિલથી પ્રેસની સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ આવી શકે છે. આ બિલના કેટલાક નિયમોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સરકારે બિલ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે.
આગળ શું?
સરકાર હવે આ બિલના નવા ડ્રાફ્ટ પર કામ કરી રહી છે. હિતધારકો પાસે 15 ઓક્ટોબર, 2024 સુધી પોતાની ટિપ્પણીઓ રજૂ કરવાનો સમય છે. સરકાર આ તમામ ટિપ્પણીઓનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ કરશે અને પછી બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરશે. નવા ડ્રાફ્ટમાં વિવિધ પક્ષોની ચિંતાઓને ધ્યાનમાં લેવામાં આવશે અને વધુ વિસ્તૃત ચર્ચા બાદ જ બિલને ફરીથી રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: Delhi Excise Policy Case : કેજરીવાલ જેલમાંથી બહાર આવશે? CBI ની અરજીને સુપ્રીમ કોર્ટમાં પડકારી…