+

સંસદમાં કુતરાઓને લઈ થયો હોબાળો, ચોંકવનારા આંકડા આવ્યા સામે

2023 માં તરા કરડવાના લગભગ 30.5 લાખ કેસ નોંધાયા 2019 માં 72,77, 523 Dogs ના હુમલા નોંધાયા હતાં 2023 માં હડકવા વિરોધી રસીઓની સંખ્યા 46,54,398 હતી Dog Bite Cases in…
  • 2023 માં તરા કરડવાના લગભગ 30.5 લાખ કેસ નોંધાયા

  • 2019 માં 72,77, 523 Dogs ના હુમલા નોંધાયા હતાં

  • 2023 માં હડકવા વિરોધી રસીઓની સંખ્યા 46,54,398 હતી

Dog Bite Cases in India: India માં દરેક જીવ પ્રત્યે સમત્તા રાખવામાં આવે છે. તેના અંતર્ગત વિશાળ પ્રાણીથી લઈને નાના પશુ-પક્ષીઓ પણ સંવેદનશીલતા જાહેર કરવામાં આવે છે. તે ઉપરાંત પ્રાણીઓ અને પશુ-પક્ષીઓને લઈ India ના વાસ્તુ શાસ્ત્રોમાં પણ વિવિધ માન્યતાઓ દર્શાવવામાં આવી છે. ત્યારે એક એવી માન્યતા પણ છે, ઘરમાં જ્યારે ભોજન માટે રોટલી બનાવવામાં આવે છે, ત્યારે સૌ પ્રથમ Dogs કે ગાય માટે તે રોટલી બનાવવામાં આવે છે. પરંતુ હાલમાં, આજ રખડતા Dogs આપણી પણ હુમલો કરી રહ્યા છે.

2023 માં તરા કરડવાના લગભગ 30.5 લાખ કેસ નોંધાયા

જોકે India માં રખડતા Dogs ની સમસ્યા દિવસે અને દિવસે ગંભીર બની જાય છે. ત્યારે સરકારે મ્યુનિશિપાલ કોર્પોરેશન સાથે મળીને રખડતા Dogs માટે અનેક કાયદાઓ બનાવ્યા છે. તેમ છતાં રખડતા Dogs સતત માસૂમ બાળકો અને અન્ય વ્યક્તિઓ પર હુમલો કરે છે. સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર વર્ષ 2023 માં દેશમાં Dogs કરડવાના કેટલા કેસ નોંધાયા હતાં. અને તેમાં પણ Dogs કરડવાથી કેટલાના મોત થયા હતાં, તેની સરેરાશ નીકાળવામાં આવી હતી.

2019 માં 72,77, 523 Dogs ના હુમલા નોંધાયા હતાં

તો 30 જુલાઈએ સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં, સરકારે કહ્યું કે 2023 દરમિયાન Dogs કરડવાના લગભગ 30.5 લાખ કેસ નોંધાયા હતાં. આ કેસોમાંથી 286 એવા કેસ હતા જેમાં લોકોના મોત થયા હતાં. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવેલ ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, 2023 દરમિયાન Dogs કરડવાના કુલ 30,43,339 કેસ નોંધાયા હતા. 2019 માં 72,77, 523 Dogs ના હુમલા નોંધાયા હતાં. જ્યારે વર્ષ 2020 માં 46,33,493 હુમલા નોંધાયા હતાં.

2023 માં હડકવા વિરોધી રસીઓની સંખ્યા 46,54,398 હતી

વર્ષ 2021 ની વાત કરીએ તો આ વર્ષમાં કુલ 17,01,133 Dogs કરડવાના કેસ નોંધાયા હતાં. જ્યારે જુલાઈ 2022 સુધીમાં ભારતીયો પર Dogs ના હુમલાની કુલ સંખ્યા 14,50,666 હતી. વર્ષ 2023 દરમિયાન હડકવા વિરોધી રસીઓની સંખ્યા 46,54,398 હતી. સ્વાસ્થ્ય મંત્રાલય દેશમાં હડકવાના નિવારણ અને નિયંત્રણ માટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 12 મી પંચવર્ષીય યોજનાથી રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમ લાગુ કરી રહ્યું છે. જોકે આ યોજના આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં લાગુ થશે નહીં.

આ પણ વાંચો: આ ફેમસ લોટ બનાવતી કંપની ગ્રાહકોને લોટ નહીં, પથ્થરનો ચૂરો ખવડાવે છે!

Whatsapp share
facebook twitter