+

DELHI : શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં ટ્રકે ડિવાઈડર પર સૂતેલા 5 લોકોને કચડયા, 3 લોકોએ ગુમાવ્યા જીવ

DELHI ના શાસ્ત્રી પાર્કમાં સવારે સાડા પાંચ વાગ્યે ભયાનક રોડ અકસ્માત થયો ડિવાઈડર પર સૂતા પાંચ બેઘર લોકો પર ટ્રક ફરી વળ્યો આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત DELHI…
  • DELHI ના શાસ્ત્રી પાર્કમાં સવારે સાડા પાંચ વાગ્યે ભયાનક રોડ અકસ્માત થયો
  • ડિવાઈડર પર સૂતા પાંચ બેઘર લોકો પર ટ્રક ફરી વળ્યો
  • આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત

DELHI ACCIDENT : DELHI માંથી આજે સવારે અકસ્માતની એક ખૂબ જ ભયંકર ઘટના સામે આવી રહી છે. દિલ્હીના ઉત્તર પૂર્વ વિસ્તારમાં શાસ્ત્રી પાર્કમાં સવારે સાડા પાંચ વાગ્યે ભયાનક રોડ અકસ્માત થયો, જેમાં ડિવાઈડર પર સૂતા પાંચ બેઘર લોકો પર ટ્રક ફરી વળ્યો હતો. મળતી માહિતીના અનુસાર, આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે બે લોકોને ગંભીર ઇજા પહોંચવા પામી હતી. આ ભયંકર અકસ્માતની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર અહેવાલ

DELHI ના ભયંકર અકસ્માતમાં ત્રણએ ગુમાવ્યા જીવ

DELHI ના ઉત્તર પૂર્વ વિસ્તારમાં શાસ્ત્રી પાર્કમાં બનેલા આ અકસ્માતમાં ઘાયલ તમામ પાંચ લોકોને તરત જ નજીકની જગ પ્રવેશચંદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ત્રણ લોકોને મૃત જાહેર કર્યા હતા અને બાકીના બે લોકોની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને તાત્કાલિક જીટીબી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. વધુમાં તે વિગત પણ સામે આવી રહી છે કે, આરોપી ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. શાસ્ત્રી પાર્ક પોલીસ સ્ટેશનની ટીમ આ ઘટનાની ગંભીરતા સાથે તપાસ કરી રહી છે. પોલીસ વિભાગ મૃતકો અને ઘાયલોના નામ અને તેમની ચોક્કસ ઉંમર જાણવા માટે પ્રયાસ કરી રહી છે.

બેઘર લોકો બન્યા દુર્ઘટનાના ભોગ

આ દુર્ઘટનામાં સંડોવાયેલા પાંચેય લોકો બેઘર હતા અને તે રાતે ડિવાઈડર પર સૂઈ રહ્યા હતા. આવા ભયંકર બનાવે ફરી એકવાર રસ્તા પર રહેતા લોકોને આવતી સમસ્યાઓ અને ખતરાની વાસ્તવિકતા સામે વિચારવા મજબૂર કર્યા છે. આ ગંભીર અકસ્માત ઘણાં પ્રશ્નો ઉભા કરે છે, ખાસ કરીને સુરક્ષા અને આ પ્રકારના અકસ્માતોને કેવી રીતે અટકાવી શકાય તે અંગે. પોલીસે આ મામલે વધુ તપાસ ચાલુ રાખી છે અને ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો : પોતાના જ ફેનની હત્યા કરનાર Darshan Thoogudeepa જેલમાં કોફી અને સીગરેટથી માણી રહ્યો છે મોજ!

Whatsapp share
facebook twitter