+

પોતાના જ ફેનની હત્યા કરનાર Darshan Thoogudeepa જેલમાં કોફી અને સીગરેટથી માણી રહ્યો છે મોજ!

જેલમાંથી કન્નડ અભિનેતા Darshan Thoogudeepa ની તસવીર સામે આવી છે દર્શન પાર્ક જેવી જગ્યામાં બેસીને કોફી પીતો અને સિગારેટ પીતો જોવા મળે છે Darshan ઉપર 33 વર્ષના ઓટો ડ્રાઈવર રેણુકાસ્વામીની…
  • જેલમાંથી કન્નડ અભિનેતા Darshan Thoogudeepa ની તસવીર સામે આવી છે
  • દર્શન પાર્ક જેવી જગ્યામાં બેસીને કોફી પીતો અને સિગારેટ પીતો જોવા મળે છે
  • Darshan ઉપર 33 વર્ષના ઓટો ડ્રાઈવર રેણુકાસ્વામીની હત્યાનો આરોપ

થોડા સમય પહેલા કન્નડ ફિલ્મ જગતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જ્યારે કન્નડ સિનેમાના લોકપ્રિય અભિનેતા દર્શન થૂગુદીપાએ પોતાના જ ફેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. હવે એ જ કન્નડ અભિનેતા દર્શન થૂગુદીપાની તસવીર સામે આવી છે જેમાં તે જેલમાં VIP ટ્રીટમેન્ટ મેળવતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ તસવીર હાલ ખૂબ વાયરલ થઈ રહી છે. જેના બાદ જેલ પ્રશાસન ઉપર ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર અહેવાલ

જેલમાં Darshan Thoogudeepa માણી રહ્યો છે મોજ

મળતી માહિતીના અનુસાર, જેલમાં દર્શનને VIP ટ્રીટમેન્ટ મળી રહી છે. આ તસવીરમાં દર્શન પાર્ક જેવી જગ્યામાં બેસીને કોફી પીતો અને સિગારેટ પીતો જોવા મળે છે. આ તસવીર જેલમાં થઈ રહેલા કેટલાક અનધિકૃત પ્રવૃત્તિઓ અંગે સવાલ ઉઠાવે છે. તસવીરમાં દર્શન સાથે અન્ય કેદીઓને પણ જોઈ શકાય છે. બધા જેલમાં જ પોતે મોજ માણી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

પોતાના જ ફેનની કરી હતી ક્રૂરતાપૂર્વક હત્યા

ઉલ્લેખનીય છે કે દર્શન પર પોતાના જ ચાહક, 33 વર્ષના ઓટો ડ્રાઈવર રેણુકાસ્વામીની હત્યાનો આરોપ છે. રેણુકાસ્વામી 9 જૂને બેંગલુરુમાં ફ્લાયઓવર પાસે મૃત હાલતમાં મળ્યા હતા. પોલીસે દર્શનની સૂચના પર એક ગેંગ દ્વારા રેણુકાસ્વામીનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. આ ઘટના દર્શનની અભિનેત્રી પવિત્રા ગૌડાને કથિત વાંધાજનક સંદેશાઓ મોકલવાના વિવાદ સાથે જોડાયેલી છે. આ કેસમાં દર્શન, પવિત્રા ગૌડા અને અન્ય 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 21 ઓગસ્ટના રોજ, બેંગલુરુની કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 28 ઓગસ્ટ સુધી લંબાવી હતી, જે તેમની મુશ્કેલીને વધારી શકે છે.

મૃતકના પિતાએ ઉઠાવ્યા સવાલો

વાયરલ તસવીર પર રેણુકાસ્વામીના પિતા શિવ ગૌડાએ સરકારને કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું, “મને આ ખબર સાંભળીને આઘાત થયો છે કે દર્શનને જેલમાં એવી સુવિધાઓ મળી રહી છે. હું સરકારને સીબીઆઈ તપાસ માટે વિનંતી કરું છું અને દર્શન વિરુદ્ધ પગલાં લેવાની અપેક્ષા રાખું છું.” આ કિસ્સો દર્શાવે છે કે જેલમાં પણ કેટલીક અનધિકૃત પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેને લઈને લોકોમાં ભારે અસંતોષ છે. આ મામલો કેટલો ગંભીર છે અને તેના પાછળનું સત્ય શું છે, તે જાણવા માટે CBI તપાસની માંગ ઉઠી છે.

આ પણ વાંચો : શાનદાર STREE ની બોક્સ ઓફિસ ઉપર આંધળી કમાણી, 11 દિવસમાં આંકડો 500 કરોડને પાર!

Whatsapp share
facebook twitter