+

Delhi રોહિણી બ્લાસ્ટનો રૂંવાડા ઊભા કરે એવો Video આવ્યો સામે

રોહિણી દિવાલ બ્લાસ્ટનો CCTV આવ્યા સામે 30 સેકન્ડની વિડિયો ક્લિપમાં થઈ વાયરલ પોલીસની ઘટનાસ્થળેથી સફેદ પાઉડર મળ્યો Delhi Rohini Blast :દિલ્હીના રોહિણીમાં CRPF સ્કૂલની (Delhi Rohini Blast)દિવાલ પાસે થયેલા વિસ્ફોટના…
  • રોહિણી દિવાલ બ્લાસ્ટનો CCTV આવ્યા સામે
  • 30 સેકન્ડની વિડિયો ક્લિપમાં થઈ વાયરલ
  • પોલીસની ઘટનાસ્થળેથી સફેદ પાઉડર મળ્યો

Delhi Rohini Blast :દિલ્હીના રોહિણીમાં CRPF સ્કૂલની (Delhi Rohini Blast)દિવાલ પાસે થયેલા વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. 30 સેકન્ડની વિડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે કેવી રીતે દિવાલ પાસે ટ્રિગર ફાયર કરવામાં આવ્યું, થોડો ધુમાડો નીકળ્યો અને પછી જોરદાર વિસ્ફોટ થયો હતો જે પછી લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તાર ધુમાડાથી ભરાયેલો જોઈ શકાય છે.

ઘટનાસ્થળેથી મળ્યો સફેદ પાઉડર

તપાસનીસ એજન્સીઓને સ્કૂલની દિવાલ બહાર સફેદ પાઉડર જેવું મળ્યું છે. પોલીસની ઘટનાસ્થળેથી સફેદ પાઉડર મળ્યો છે જેની તપાસ શરુ કરી દેવાઈ છે. તહેવારો પહેલા રાજધાનીમાં થયેલા બોંબ વિસ્ફોટથી દહેશત ફેલાઈ છે. કોઈ મોટા ષડયંત્રની પણ આશંકા પડવા લાગી છે.

આ પણ  વાંચોPrashant Vihar Blast: દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં આવેલી CRPF સ્કૂલ પાસે થયો બોમ્બ બ્લાસ્ટ

રવિવારે સવારે જોરદાર બ્લાસ્ટ

રાજધાની દિલ્હીમાં રવિવારની સવારની શરૂઆત જોરદાર બ્લાસ્ટ સાથે થઈ હતી. સવારે લગભગ 7.30 વાગ્યે, રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં સીઆરપીએફ સ્કૂલની નજીક એક જોરદાર વિસ્ફોટ સંભળાયો અને તેના તરત જ લોકોએ આકાશમાં ધુમાડાના સફેદ ગોટેગોટા ઉછળતા જોયા. વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકો ગભરાઈ ગયા અને વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. રાહતની વાત એ છે કે આ બ્લાસ્ટમાં ન તો કોઈને ઈજા થઈ હતી કે ન તો કોઈ જાન-માલનું નુકસાન થયું હતું. ઘટનાની માહિતી મળતા જ NSG, દિલ્હી પોલીસ, FSL ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

2011માં દિલ્હી હાઈકોર્ટમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ જેવી ઘટના

પોલીસે જણાવ્યું કે, બોમ્બના સમયમાં ભૂલ હતી, નહીં તો વધારે નુકસાન પણ થઈ શક્યું હોત. જો કે, આ દરમિયાન એક વ્યક્તિએ તેની ટેરેસ પરથી આ ઘટનાનો વીડિયો બનાવ્યો છે. પોલીસે વધુમાં એવી પણ જાણકારી આપી છે કે, જે કન્ટેનરમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો તે બહુ ચુસ્ત ન હતો. જો તે કન્ટેનર ચુસ્ત હોત તો વધુ નુકસાન થઈ શક્યું હોત. આ વિસ્ફોટની ઘટના 2011માં દિલ્હી હાઈકોર્ટમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ જેવી જ છે. આવો જ એક બ્લાસ્ટ 25 મે 2011ના રોજ દિલ્હી હાઈકોર્ટના કાર પાર્કિંગમાં થયો હતો. જો કે, તેમાં કોઈ વધારે નુકસાન નહોતું થયું.

Whatsapp share
facebook twitter