DELHI ના OLD RAJENDRA NAGAR માં બનેલી ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓ પોતાના જીવ ગુમાવ્યા છે. કોચિંગ સેન્ટરના (COACHING CENTER) ભોંયરામાં પાણી ભરાઈ જતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા તે બાબત આગની જેમ આખા દેશમાં જાણીતી બની છે. જેના કારણે હવે સૌ લોકો મૃત વિદ્યાર્થીઓને ન્યાય અપવાવા માટે એકજુટ થઈને માંગ કરી રહ્યા છે. મૃતક વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે. હવે પોલીસ પણ આ મામલે એક્શન મોડમાં આવી છે. દિલ્હી પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને વધુ 5 લોકોની ધરપકડ કરી છે. આ સાથે અકસ્માતમાં કુલ ધરપકડનો આંકડો 7 પર પહોંચ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો
વધુ 5 લોકોની ધરપકડ કરાઇ
OLD RAJENDRA NAGAR માં RAU IAS STUDY CIRCLE માં આ દુર્ઘટના બની હતી. જેમાં હવે બેઝમેન્ટમાં પાણી ભરાવાના મામલામાં વધુ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં બેઝમેન્ટના માલિક અને કોચિંગ ગેટને નુકસાન પહોંચાડનાર વાહન ચલાવનાર વ્યક્તિનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસ દ્વારા આ કેસ અંગે આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે – ‘અમે આ કેસમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.’
DELHI પોલીસને છે શંકા
પોલીસને શંકા છે કે, કારને બહાર કાઢવા માટે દરવાજો જાણીજોઈને ખોલવામાં આવ્યો હોઈ શકે છે અને રસ્તા પર એકઠું થયેલું પાણી ભોંયરામાં પ્રવેશ્યું હોઈ શકે છે અને તેના માટે આપવામાં આવેલા અપડેટ મુજબ, જે કાળા રંગનું વાહન દેખાય છે તે થાર નથી. આ વાહન ફોર્સ ગુરખા વાહન હતું. વધુમાં પોલીસના જણાવ્યા અનુસાર, FIR માં ઉલ્લેખિત કલમમાં ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. BNSની કલમ 105, 106(1), 115(2), 290 અને 3(5) હેઠળ FIR નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસે કાર પણ જપ્ત કરી લીધી છે. હવે હજી આગળ શું થાય છે તે તો સમય જ બતાવશે.
આ પણ વાંચો : Alert : ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં આજે……