+

નબન્ના રેલી પહેલા 4 વિદ્યાર્થીઓ ગુમ થયા, CM મમતા પર BJP એ લગાવ્યો આરોપ

નબન્ના રેલી પહેલા 4 વિદ્યાર્થીઓ ગુમ BJPએ મમતા પર લગાવ્યા આક્ષેપ BJP ના નેતા શુભેંદુ અધિકારીએ મમતા સરકાર પર ગંભીર આરોપો મૂક્યા Nabanna Abhiyan : કોલકાતામાં એક મહિલા તાલીમાર્થી ડોક્ટર…
  • નબન્ના રેલી પહેલા 4 વિદ્યાર્થીઓ ગુમ
  • BJPએ મમતા પર લગાવ્યા આક્ષેપ
  • BJP ના નેતા શુભેંદુ અધિકારીએ મમતા સરકાર પર ગંભીર આરોપો મૂક્યા

Nabanna Abhiyan : કોલકાતામાં એક મહિલા તાલીમાર્થી ડોક્ટર પર જઘન્ય અપરાધને લઈને સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓ (Students) માં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ પશ્ચિમ બંગાળ (West Bengal) ની મમતા સરકાર (Mamata Government) સૌ કોઇના નિશાના પર આવી ગઇ છે. તેમની સરકાર ચલાવવાની પદ્ધતિ પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે આ ઘટના પર આજે ‘પશ્ચિમબંગા છાત્ર સમાજ’ નામના સંગઠન દ્વારા રાજ્ય સચિવાલય, નબન્ના તરફ કૂચ કરવામાં આવશે. આ પ્રદર્શનને ‘નબન્ના અભિયાન'(Nabanna Abhiyan)  નામ આપવામાં આવ્યું છે અને તે રાજ્ય સચિવાલય, નબન્ના સુધી પહોંચવા માટે યોજવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું મુખ્ય લક્ષ્ય મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ છે.

શુભેંદુ અધિકારીએ મમતા સરકાર પર આરોપ લગાવ્યા

BJP ના નેતા શુભેંદુ અધિકારીએ મમતા સરકાર પર ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે જણાવ્યું કે, નબન્ના રેલી પહેલા 4 વિદ્યાર્થીઓ ગુમ થયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શુભેંદુએ કહ્યું કે, હાવડા સ્ટેશનથી મધરાત પછી 4 વિદ્યાર્થીઓ ગાયબ થયા છે. ગુમ થયેલાઓમાં સુભોજીત ઘોષ, પુલોકેશ પંડિત, ગૌતમ સેનાપતિ, અને પ્રિતમ સરકારનો સમાવેશ થાય છે. અધિકારીના આક્ષેપ છે કે મમતા સરકારની પોલીસ દ્વારા આ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી શકે છે, કારણ કે તેઓનો સંપર્ક હવે નથી થઇ રહ્યો.

પ્રદર્શનનો સમય અને સ્થાન

આ પ્રદર્શન કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થયેલી ઘટના સંબંધિત છે. આ રેલી આજે મંગળવારે બપોરે 1 વાગ્યે શરૂ થવાનું છે. તેમ છતાં, કોલકાતા પોલીસ અને બંગાળના ADG કાયદો અને વ્યવસ્થા દ્વારા આ પ્રદર્શનને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે. તે નબન્ના વિસ્તારને પ્રતિબંધિત ગણાવીને, પ્રદર્શનમાં હિંસાની શક્યતા વિશે ચિંતા વ્યક્ત કરી છે.

ભાજપનું સમર્થન

પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે આ પ્રદર્શનને લઇને જણાવ્યું કે આ વિરોધનું સંચાલન કોંગ્રેસ, સીપીએમ, અને ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એમણે જણાવ્યું કે આ આંદોલન ભાજપનું નથી, પરંતુ ભાજપ તેનો સમર્થક છે. જો આ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર લાકડી અને ડંડાની ફટકાર કરવામાં આવશે તો ભાજપ તેનો ઉગ્ર વિરોધ કરશે.

TMC ની ટીકા

TMC ના નેતા કુણાલ ઘોષે કહ્યું કે, ભાજપ, સીપીએમ, અને કોંગ્રેસ બધી જ એક છે. તેમણે ઉમેર્યું કે તમામ પક્ષો એ એક સાથે મળીને વિરોધ મંચ પર આવી રહ્યા છે, જેમાં તેમણે TMC સામે આરાજકતા ઊભી કરવાની તૈયારી કરી છે.

આ પણ વાંચો:  મમતા બેનર્જીના રાજીનામાની માંગણી! વિદ્યાર્થીઓનું આજથી શરૂ ‘નબન્ના અભિયાન’

Whatsapp share
facebook twitter