Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શિવરાજનું રાજ ગયું, રાજ્યપાલને સોંપ્યું રાજીનામું

08:18 PM Dec 11, 2023 | Hardik Shah

મધ્યપ્રદેશમાં ભાજપના રાજકીય ઈતિહાસમાં ફરી એકવાર મોટો અને ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. મોહન યાદવ તરીકે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થયાના થોડા સમય પછી, શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું. આઠ દિવસની અટકળો બાદ મધ્યપ્રદેશને નવા મુખ્યમંત્રી મળ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ મોહન યાદવને રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા છે. આ સાથે શિવરાજ સિંહ ચૌહાણના લગભગ સાડા સોળ વર્ષના ‘શાસન’નો અંત આવ્યો છે. શિવરાજે મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ તુરંત જ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. આવી સ્થિતિમાં મોહન યાદવને પોતાની ખુરશી આપ્યા બાદ ‘મામા’એ તેમને અભિનંદન આપ્યા છે અને સંદેશ પણ આપ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ