Assam Flood : દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદે (Rain) જોર પકડ્યું છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં વરસાદી પાણીએ રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ગુજરાતના ઘણા જિલ્લાઓમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ (Rain) પડી રહ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને આસામની ઘણી નદીઓ વહેતી થઇ ગઇ છે. ઉત્તર પ્રદેશ અને આસામના ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આસામમાં પરિસ્થિતિથી સતત ખરાબ થઇ રહી છે. અહીં 1300 થી વધુ ગામો (More than 1300 villages) પાણીમાં ગરકાવ થઇ ગયા છે. મળતી માહિતી અનુસાર, આસામમાં પૂરના કારણે 100થી વધુ લોકોના મોત થયા છે.
હરદોઈના 150 ગામો પાણીમાં ગરકાવ
ભારતમાં હાલ ચોમાસું બેસી ગયું છે. ઘણા રાજ્યોમાં વરસાદી પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આસામમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. આસામમાં પૂરના કારણે 1,342 ગામો ડૂબી ગયા છે. 25,367.61 હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયું છે. રાજ્યની બ્રહ્મપુત્રા નદી નિમતીઘાટ, તેજપુર અને ધુબરીમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આસામમાં પૂરના કારણે 109 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે રાપ્તી નદીના જળસ્તરમાં વધારો થયો છે. ગોરખપુરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગોરખપુર ઉપરાંત હરદોઈની ગારા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. હરદોઈના લગભગ 150 ગામો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. ગ્રામજનોને ઘરવખરીનો સામાન લઈને ઊંચાઈવાળા રસ્તાઓ પર રહેવાની ફરજ પડી છે.
વિશ્વનાથના લગભગ 5.98 લાખ લોકો હજુ પણ પૂરથી પીડિત
મળી રહેલી માહિતી અનુસાર, આસામમાં પૂરની સ્થિતિમાં આંશિક સુધારો થયો છે. ઘણા ભાગોમાં પૂરનું પાણી ઓછુ થઈ રહ્યું છે, પરંતુ 18 જિલ્લાઓમાં – કચર, નલબારી, કામરૂપ, ગોલાઘાટ, મોરીગાંવ, ચિરાંગ, ડિબ્રુગઢ, ધુબરી, ગોલપારા, નાગાંવ, કરીમગંજ, કામરૂપ (એમ), ધેમાજી, માજુલી, દરરંગ, શિવસાગર, જોરહાટ. વિશ્વનાથના લગભગ 5.98 લાખ લોકો હજુ પણ પૂરથી પીડિત છે. ઉપરાંત સોમવારે દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. દિલ્હીની સિવિલ લાઈન્સ સહિત અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનની સરેરાશ કરતાં 1.8 ડિગ્રી સેલ્સિયસ વધુ છે.
આ પણ વાંચો – Ujjain Madhya Pradesh: વરસાદ વિના શિપ્રા નદીના જળસ્તરમાં 7 ફૂટનો થયો વધારો, NDRF ટીમ તૈનાત
આ પણ વાંચો – Maharashtra : અંજનેરી પર્વત પર પાણીના જોરદાર પ્રવાહમાં પ્રવાસીઓ ફસાયા, 6 કલાક સુધી ચાલ્યું રેસ્ક્યુ…