Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Uttar Pradesh : સત્સંગમાં ભાગદોડથી 25થી વધુના મોત

05:04 PM Jul 02, 2024 | Hardik Shah

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras) માં એક મોટી દુર્ઘટના થઇ છે. જ્યા સત્સંગમાં ભાગદોડ થવાના કારણે 25 થી વધુ લોકોના મોત થયા છે. આ ભાગદોડમાં ઘણી મહિલાઓ અને બાળકો ઈજાગ્રસ્ત (Women and Children Injured) થયા છે. મહિલા અને બાળકોને એટા મેડિકલ કોલેજ (Etah Medical College) માં દાખલ કરવામાં આવ્યા છે.

50 થી વધુ લોકોના મોતની આશંકા

ઉત્તર પ્રદેશના હાથરસના સિકંદરરાઉના મંડી પાસેના ફૂલરાઈ ગામમાં ભોલે બાબાના સત્સંગના સમાપન દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ નાસભાગમાં 25થી વધુ લોકોના મોત થયા છે. CMO એ કહ્યું કે તેમની હોસ્પિટલમાં 27 લોકોના મૃતદેહ આવ્યા છે, જેમાંથી 25 મહિલાઓ પણ છે. તેથી મૃત્યુઆંક પણ વધી શકે છે. ઘાયલોને એટા મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકો 50 થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસની ટીમો અને વહીવટીતંત્રના અધિકારીઓ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. ઘાયલ મહિલાઓ, બાળકો અને પુરૂષોને બેભાન અવસ્થામાં એટા, અલીગઢ, સિકંદરરાવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંડાલમાં ભારે ગરમી અને ભેજને કારણે નાસભાગ મચી ગઈ હતી.

  • સત્સંગમાં ભાગદોડથી 30થી વધુ મોત
  • ઉત્તર પ્રદેશના હાથરસમાં મોટી દુર્ઘટના
  • હાથરસના ફુલરઈ ગામમાં હતો સત્સંગ
  • ભોલે બાબાના સત્સંગ સમાપનમાં ઘટના
  • મૃતકોમાં સૌથી વધુ મહિલા અને બાળકો
  • કેટલાક એટા મેડિકલ કોલેજમાં દાખલ

ગામ છાવણીમાં ફેરવાયું

પોલીસ પ્રશાસન અને એમ્બ્યુલન્સ મોડી ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે લખનૌમાં કોઈ મોટા જવાબદાર અધિકારીએ હજુ સુધી કોઈ અપડેટ નથી આપ્યું, પરંતુ CMOએ કહ્યું છે કે 27 લોકોના મૃતદેહ હોસ્પિટલ પહોંચ્યા છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે. આખું ગામ છાવણીમાં ફેરવાઈ ગયું છે. હાથરસમાં બનેલી ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિક મુખ્ય સચિવ ગૃહ દીપક કુમાર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. આ સાથે રાહત કાર્યને ઝડપી બનાવવા અને ઘાયલોની સારવાર વગેરેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પોલીસ પ્રશાસન સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર મોકલવા સૂચના આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી હતી. ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી હતી. તેમજ ઈજાગ્રસ્તોના જલ્દી સાજા થવાની કામના પણ કરી હતી.

આ પણ વાંચો – Haryana : કરનાલમાં માલસામાનની ટ્રેન પાટા પરથી ઉતરી, રેલ વ્યવહાર ખોરવાયો…

આ પણ વાંચો – Assam માં Flood ને કારણે પરિસ્થિતિ વણસી, 6 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત, ભારે વરસાદની ચેતવણી…