Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ukraine યુદ્ધ બાદ પ્રથમ વખત રશિયા જશે PM મોદી, રાષ્ટ્રપતિ પુતિન સાથે કરશે મુલાકાત

08:05 PM Jun 25, 2024 | Dhruv Parmar

ભારતીય અને રશિયન અધિકારીઓ જુલાઈની શરૂઆતમાં PM નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત લેવાની સંભાવના પર વિચાર કરી રહ્યા છે. રાજદ્વારી સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી. PM મોદીની મુલાકાત જુલાઈમાં થઈ શકે છે. જો આ મુલાકાત થશે તો લગભગ પાંચ વર્ષમાં અને રશિયા-યુક્રેન (Ukraine) યુદ્ધ પછી ભારતીય PM ની રશિયાની આ પ્રથમ મુલાકાત હશે. PM મોદીએ સપ્ટેમ્બર 2019 માં રશિયાની મુલાકાત લીધી હતી. PM મોદીની સંભવિત મુલાકાતને લઈને ભારત તરફથી કોઈપણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી.

PM મોદીની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ…

આ મુલાકાત વાર્ષિક ભારત-રશિયા સમિટ માટે આયોજન કરવામાં આવી રહી છે. રશિયન મીડિયાએ ક્રેમલિનના એક અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે PM મોદીની રશિયા મુલાકાતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક ન્યૂઝ એજન્સીના સમાચાર અનુસાર, ક્રેમલિનના અધિકારી યુરી ઉશાકોવે કહ્યું, ‘હું પુષ્ટિ કરી શકું છું કે અમે ભારતીય PM ની મુલાકાતની તૈયારી કરી રહ્યા છીએ.’ ક્રેમલિને અગાઉ માર્ચમાં જાહેરાત કરી હતી કે મોદીને રશિયાની મુલાકાત લેવાનું આમંત્રણ મળ્યું છે.

ભારત-રશિયા વાર્ષિક સમિટ 3 વર્ષ પછી યોજાશે…

જો PM મોદી રશિયાની મુલાકાતે જશે તો તેઓ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ત્રણ વર્ષના અંતરાલ પછી ભારત-રશિયા વાર્ષિક સમિટ યોજશે. ભારતના PM અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચેની આ વાર્ષિક સમિટ એ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉચ્ચ સ્તરીય સંસ્થાકીય સંવાદ પદ્ધતિ છે.

પુતિન 2021 માં ભારતની મુલાકાતે આવ્યા હતા…

અત્યાર સુધી, ભારત અને રશિયા વચ્ચે અનુક્રમે એકબીજાના દેશોમાં 21 વાર્ષિક સમિટ યોજાઈ છે. છેલ્લી સમિટ 6 ડિસેમ્બર, 2021 ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. રાષ્ટ્રપતિ પુતિન સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા.

પુતિને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા…

પુતિને આ વર્ષે મે મહિનામાં સતત પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા, જ્યારે નરેન્દ્ર મોદીએ પણ 9 જૂનના રોજ સતત ત્રીજી વખત ભારતના PM તરીકે શપથ લીધા હતા. રશિયને એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, ‘રશિયન રાષ્ટ્રપતિએ તાજેતરમાં યોજાયેલી સામાન્ય સંસદીય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સફળતા પર PM મોદીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.’ ફેબ્રુઆરી 2022 માં રશિયા અને યુક્રેન (Ukraine) વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ PM મોદીની આ પ્રથમ મુલાકાત હશે. ભારતે વારંવાર યુદ્ધનો અંત લાવવાની અને કાયમી ઉકેલ શોધવા માટે વાતચીત અને કૂટનીતિના માર્ગે પાછા ફરવાની હિમાયત કરી છે.

આ પણ વાંચો : BJP ને સમર્થન આપવું મહિલાને પડ્યું ભારે, પતિએ કહ્યું- તલાક…તલાક…તલાક…

આ પણ વાંચો : Nagpur Airport ને 2 મહિનામાં ચોથી વખત મળી ધમકી, હવે ટોયલેટમાં બોમ્બ હોવાનો Mail મળ્યો

આ પણ વાંચો : Pune Porsche Case : બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય, સગીર આરોપીને મુક્ત કરવાનો આપ્યો આદેશ