Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gaurav Gogoi : કોંગ્રેસે PM મોદીનું કર્યું અપમાન, એકવાર ફરી રાવણ સાથે કરી તુલના

10:33 PM Feb 05, 2024 | Hardik Shah

Gaurav Gogoi : આજે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ (Congress) પર પોતાના આકરા પ્રહારો કર્યા હતા. પોતાના ભાષણમાં તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ (Former Prime Minister Jawaharlal Nehru) અને ઈન્દિરા ગાંધી (Indira Gandhi) થી લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધી (Rahul Gandhi) નું નામ લીધા વિના વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક જ પ્રોડક્ટને વારંવાર લોન્ચ કરવાને કારણે કોંગ્રેસની દુકાનને તાળા મારવાનો સમય આવી ગયો છે. સતત વડાપ્રધાન મોદીના પ્રહારો થવા પર હવે કોંગ્રેસ પાર્ટી તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે.

PM મોદીની રાવણ સાથે એકવાર ફરી સરખામણી

વડાપ્રધાન મોદીના કોંગ્રેસના આકરા પ્રહારો પર હવે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ (MP Gaurav Gogoi) એ કહ્યું કે વડાપ્રધાન મોદીનું ભાષણ ‘કડવાશ’ અને ‘અહંકાર’થી ભરેલું હતું. ગૌરવ ગોગોઈએ કહ્યું કે, PM મોદી (PM Modi) ની તમામ વાતોમાં એવું લાગતું હતું કે વડાપ્રધાને તેમના ભાષણમાં UPA ના વિવિધ કામો વિશે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે (Congress leader Mallikarjun Kharge) દ્વારા આપવામાં આવેલી વિગતોનો જવાબ આપ્યો હતો. ફરક માત્ર એટલો હતો કે ખડગેજીએ તેમના પદની ગરિમા અને ગૃહની ગરિમા જાળવી રાખી હતી. વડાપ્રધાને તેમના નિવેદનમાં જે કડવાશ અને અહંકાર વ્યક્ત કર્યો હતો તેનાથી મને રાહુલ ગાંધીએ ગૃહમાં કહેલી એક વાત યાદ આવે છે કે, રાવણને તેના અહંકારથી પરાજિત થયો હતો.

2024ની ચૂંટણીમાં જનતા ઘમંડને તોડી પાડશે : ગૌરવ ગોગોઈ

તેમણે કહ્યું, “ઘમંડથી આંધળી થયેલી મહારાજાની સરકારે ભારતમાં વધતી મોંઘવારી જોઈ નથી. મણિપુરમાં સળગતી આગ જોઈ નથી. અગ્નિવીરના બેરોજગાર યુવાનોનો અવાજ સાંભળ્યો નથી. આર્થિક અસમાનતાને અવગણી છે. તેમણે આગળ કહ્યું કે, આ પથ્થર જે કોંગ્રેસ પર ફેંકવામાં આવ્યા તે જ પથ્થરોની સાથે કોંગ્રેસ પાર્ટી ભારતની જનતાની સાથે મોદીની લંકાની નજીક લઇ જવા માટે એક સેતુ બનાવશે. ભારતના લોકો 2024ની ચૂંટણીમાં આ ઘમંડને તોડી પાડશે.

વડાપ્રધાને ભાષણમાં વિપક્ષ પર કર્યા હતા પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘હું વિપક્ષના સંકલ્પોની સરાહના કરું છું. તેમના ભાષણની દરેક વાતે મારો અને દેશનો વિશ્વાસ એકદમ પાક્કો થઈ ગયો છે જેમણે લાંબા સમય સુધી વિપક્ષમાં રહેવાનો સંકલ્પ કર્યો છે. તમે લોકો જે રીતે અત્યારે મહેનત કરી રહ્યા છો, મારો પૂરો વિશ્વાસ છે કે, જનતા જનાર્દન તમારે આશિર્વાદ આપશે અને અત્યારે તમે જે સ્થાને છો તેનાથી પણ વધારે ઉપર લઈ જશે. આગામી ચૂંટણીમાં ઓડિયન્સ ગેલેરીમાં જોવા મળશે.’

દેશને અત્યારે મજબૂત વિપક્ષની જરૂર છે : વડાપ્રધાન મોદી

આ સાથે વધુમાં વડાપ્રધાને કહ્યું કે, તેઓ વિપક્ષ કરીતે પોતાના જવાબદારી નિભાવવામાં નાકામ થયા છે. મે હંમેશા કહ્યું છે કે, દેશને અત્યારે મજબૂત વિપક્ષની જરૂર છે.’ વધુમાં કહ્યું કે, મે જોયું છે કે તમારા લોકોમાં ઘણા એવા લોકો છે જે અત્યારે લડવાની હિંમત પણ ખોઈ બેઠા છે. મે એવું પણ સાંભળ્યું છે કે, ઘણા લોકો પોતાની સીટ બદલવાનો વિચાર પણ કરી રહ્યાં છે. ઘણાં લોકો લોકસભાને બદલે રાજ્યસભામાં જવા માંગે છે.

આ પણ વાંચો – PM Modi Speech: લોકસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીની આ ખાસ 15 વાતો

આ પણ વાંચો – Election Commission : ચૂંટણી પ્રચારમાં બાળકોને સામેલ કરશો તો થશે કાર્યવાહી, રાજકીય પક્ષોને ચૂંટણી પંચની ચેતવણી!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ