- જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન જીત તરફ
- નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ મોટી જાહેરાત કરી
- ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના નવા સીએમ બનશે
Farooq Abdullah : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન જીત તરફ આગળ વધી રહ્યું છે. ટ્રેન્ડમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન બહુમતનો આંકડો પાર કરી ગયો છે. વિજય ખુબ નજીક લાગે છે, તેને લઇને નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah)એ મોટી જાહેરાત કરી છે.
ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના નવા સીએમ બનશે
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના આગામી સીએમ ઓમર અબ્દુલ્લા હશે. ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના સીએમ રહી ચૂક્યા છે અને ફારૂક અબ્દુલ્લાના પુત્ર છે.
આ પણ વાંચો—–અયોધ્યા ગુમાવનાર ભાજપની Vaishnodevi માં શું હાલત..? વાંચો…
હવે અહીં પોલીસ શાસન નહીં પણ જાહેર શાસન હશે
જમ્મુ-કાશ્મીરની ચૂંટણી જીતવાના ટ્રેક પર રહેલા NCP પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ લોકોનો આભાર માન્યો છે. તેમનું કહેવું છે કે 10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરના લોકોએ NCPમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે અહીં પોલીસ શાસન નહીં પણ જાહેર શાસન હશે. ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે.
લોકોએ સાબિત કર્યું છે કે તેઓ કલમ 370 હટાવવાના પક્ષમાં નથી.
જમ્મુ-કાશ્મીર ચૂંટણીના પરિણામો બાદ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફરુક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે NCP+ને બહુમતી આપીને લોકોએ સાબિત કર્યું છે કે તેઓ કલમ 370 હટાવવાના પક્ષમાં નથી. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાંથી ભાજપે જીત મેળવી છે. બીજેપી ઉમેદવાર શગુન પરિહાર અહીંથી જીત્યા છે.
આ પણ વાંચો––Jairam Ramesh નો ગંભીર આરોપ..ECની વેબસાઇટ અપડેટ નથી…