Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

chhattisgarh Primary School: દેશમાં ભ્રષ્ટાચારીઓએ માસૂમોના હકનો ખોરાક પણ પચાવી પાડ્યો

07:40 PM Jul 07, 2024 | Aviraj Bagda

chhattisgarh Primary School: chhattisgarh ની સરકારી શાળાઓમાં ભણતા બાળકો માટે Mid Day Meal માટે કેન્દ્ર સરકાર દ્વારા લાખો અને કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બાળકોને Mid Day Meal ના આધારે પૌષ્ટિક આહાર આપવાનો દાવો કરતો હોય છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓની ધોર બેદરકારીના કારણે બાળકોને Mid Day Meal માં પૌષ્ટિક આહારથી દૂર રહેવું પડે છે.

  • પ્રાથમિક શાળામાં 43 વિદ્યાર્થીઓ ભણતર મેળવી રહ્યા

  • Mid Day Meal અંતર્ગત માત્ર ચોખા આપવામાં આવી રહ્યા

  • chhattisgarh માં કુપોષણનો દરમાં આશરે 6 ટકાનો ઘટાડો

ત્યારે chhattisgarh રાજ્યના બલરામપુર જિલ્લામાં આવેલા બીજાકુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળાનો છે. આ પ્રાથમિક શાળામાંથી કેન્દ્ર અને રાજ્ય સરકારના પોકળ વાયદાનો સાચો અરિસો સામે આવ્યો છે. આ પ્રાથમિક શાળામાં 43 વિદ્યાર્થીઓ ભણતર મેળવી રહ્યા છે. તો દરરોજ Mid Day Meal ના આધારે તેમને પૌષ્ટિક આહાર આપવાનો દાવો શૈક્ષણિક અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. તો Mid Day Meal અંતર્ગત દરરોજ બાળકોને અલગ-અલગ વાનગીઓ આપવામાં આવવી જોઈએ.

Mid Day Meal અંતર્ગત માત્ર ચોખા આપવામાં આવી રહ્યા

પરંતુ છેલ્લા એક સપ્તાહથી બાળકોને Mid Day Meal અંતર્ગત માત્ર ચોખા આપવામાં આવી રહ્યા છે. ત્યારે એક અઠવાડિયાથી બાળકોની ભોજન થાળીમાંથી પોષકયુક્ત ખોરાક ગાયબ છે. તેના કારણે બાળકો માત્ર દાળ-ભાતના સહારે દિવસ પસાર કરી રહ્યા છે. તો પ્રાથમિક શાળાના આચાર્યએ કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો પણ ઈન્કાર કર્યો હતો. પરંતુ તેમણે જણાવ્યું હતું કે, ભોજન સામગ્રી આપતા માણસોએ કહ્યું છે કે, શાકભાજી ઉપલબ્ધ નથી.

chhattisgarh માં કુપોષણનો દરમાં આશરે 6 ટકાનો ઘટાડો

આ ઘટના જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દેવેન્દ્ર નાથ મિશ્રા સુધી પહોંચી, ત્યારે તેમણે આ ઘટનાને લઈ કડક તપાસની સૂચના પાઠવી છે. તે સહિત મહિલા અને બાલ વિકાસ મંત્રી લક્ષ્મી રાજવાડે જણાવ્યું છે કે, જ્યારે પણ આવી ફરિયાદો આવશે. ત્યારે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકાર દ્વારા બાળકો માટે પોષણ યુક્ત આહાર માટે અવિરત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જોકે chhattisgarh માં કુપોષણનો દરમાં આશરે 6 ટકાનો ઘટાડો ગત વર્ષે નોંધાયો છે.

આ પણ વાંચો: ચહેરા સાથે મહિલાઓના ગુપ્તાંગની તસ્વીર ફરજિયાત, રાજસ્થાનમાં આ વિચિત્ર આદેશ…