Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

J&K માં Army અધિકારીઓએ સ્ટેશનમાં ઘુસીને પોલીસ જવાનોને ધોઇ નાખ્યા

08:30 PM May 30, 2024 | KRUTARTH JOSHI

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના કુપવાડામાં પોલીસે સેનાના 16 જવાનો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને લૂંટનો કેસ દાખલ કર્યો છે. તેમાં ત્રણ લેફ્ટિનેંટ કર્નલના નામનો પણ સમાવેશ થાય છે. સમાચાર એજન્સી PTI ના રિપોર્ટ અનુસાર આ 16 જવાનો પર કુપવાડા પોલીસ સ્ટેશન પર હુમલો કરવાનો આરોપ છે. FIR અનુસાર સેનાના જવાનોએ કુપવાડા પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મચારીઓને ઢોર માર માર્યો હતો. ઘાયલ પોલીસ કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

3 લેફ્ટિનેંટ જવાનો સહિત જવાનોએ હુમલો કર્યો

આ ઘટના 28-29 મે દરમિયાન રાત્રે બની હોવાનું જણાવાઇ રહ્યું છે. આરોપ છે કે, લેફ્ટિનેંટ કર્નલ અંકિત સુદ, લેફ્ટિનેંટ કર્નલ રાજીવ ચૌહાણ અને લેફ્ટિનેંટ કર્નલ નિખિલના નેતૃત્વમાં કેટલાક હથિયારબંધ જવાનો પોલીસ સ્ટેશનના પરિસરમાં પરાણે ઘુસી ગયા. FIR અનુસાર તેમણે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ પર કોઇ ઉશ્કેરણી વગર જ રાઇફલ અને ડંડાઓથી હુમલો કર્યો. અધિકારીઓએ જણાવ્યું કે, આ હુમલામાં કુપવાડા પોલીસ સ્ટેશનમાં તહેનાત વિશેષ પોલીસ અધિકારી રઇસ ખાન, ઇમ્તિયાઝ મલિક અને સિપાહી સલીમ મુશ્તાક અને જહુદ અહેમદ ઘાયલ થઇ ગયા. તેમણે સૌરા ખાતે શેર એ કાશ્મીર ઇંસ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં (SKIMS) દાખલ કરાવાયા હતા. અધિકારીઓના અનુસાર ઘાયલ પોલીસ કર્મચારીઓની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે.

શું કારણે આર્મી અને પોલીસ વચ્ચે વિવાદ થયો?

PTI ના સુત્રો અનુસાર પોલીસે 160 ટેરિટોરિયલ આર્મી (H&H) જમ્મુ કાશ્મીર રાઇફલ્સના એક જવાનના ઘરેક થિત રીતે દરોડો પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર એક ડ્રગ કેસ અંગે પોલીસે ટેરિટોરિયલ આર્મીના એક જવાનની પુછપરછ કરી હતી. ટેરિટોરિયલ આર્મી એક સૈન્ય રિઝર્વ દળ છે, તે અંશકાલિક સ્વયંસેવકોથી બનેલું છે, જે ભારતીય સેનાની મદદ કરે છે.

પોલીસના દરોડાથી ઉશ્કેરાયા પોલીસ જવાનો

સુત્રો અનુસાર પોલીસની પુછપરછથી સેનાના સ્થાનિક એકમના જવાનોમાં કથિત રીતે રોષ હતો. એક વીડિયોના આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્યાર બાદથી જ 160 ટેરિટોરિયલ આર્મીના જવાનોએ ભારતીય સેનાના અધિકારીઓએ જવાનો સાથે હુમલો કરી દીધો હતો.

સૈન્ય પ્રવક્તાએ આવી કોઇ ઘટનાને નકારી

બીજી તરફ શ્રીનગરના એક સંરક્ષણ પ્રવક્તાએ કુપવાડામાં પોલીસ અને સેનાના જવાનો વચ્ચે સામાન્ય મતભેદ થયો હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, પોલીસ કર્મચારીઓ અને ટેરિટોરિયલ આમી યૂનિટ વચ્ચે કોઇ ઓપરેશન મામલે સામાન્ય મતભેદ થયો હતો, જેને સૌહાર્દપુર્ણ રીતે ઉકેલી નાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Rafah ની સ્થિતિ પર MEA નું નિવેદન, કહ્યું- ‘ચિંતાનો વિષય’, નવાઝ શરીફની ટિપ્પણી પર પણ કહી મોટી વાત…

આ પણ વાંચો : Kanniyakumari : PM મોદી કન્યાકુમારી પહોંચ્યા, ભગવતી અમન મંદિરમાં પૂજા કરી…

આ પણ વાંચો : Kanniyakumari : PM મોદીની સુરક્ષા માટે 3000 જવાનો તૈનાત, માછીમારો અને પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ…