Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IMD Report: દેશમાં ગરમીનો રેકોર્ડ બ્રેક થયો, દિલ્હી બાદ રાજસ્થાનમાં નોંધાયું 52 ડિગ્રી તાપમાન

10:52 PM May 29, 2024 | Aviraj Bagda

IMD Report: આ વર્ષે જે પ્રકારે ભારત દેશ સૂર્યનો પ્રકોપનો સામનો કરી રહ્યો છે. તેની ઉપર લાગી રહ્યું છે, આવતા વર્ષથી લોકો ઘરમાંથી બહાર નીકળવાનું જ બંધ કરી દેશે. કારણ કે… જ્વાળામુખીના ખોળામાં ભારત દેશ આવી ગયો હોય, તે પ્રકારે ચામડીને બાળી નાખે તેવી વિકરાળ Heatwave પડી રહી છે. જોકે આ વર્ષે સૌથી વધાકે Heatwave નું પ્રમાણ Delhi, Haryana અને Rajasthan માં જોવા મળી રહ્યું છે.

  • Delhi, Haryana અને Rajasthan માં રેકોર્ડ બ્રેક Heatwave

  • Haryana માં પણ 50.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું

  • 30 મેથી ધીમે ધીમે ઘટવાની સંભાવના છે

તો બીજી તરફ દેશની રાજધાની Delhi ને લઈ IMD એ જાહેર કર્યું છે કે, 29 May, 2024 ના રોજ રેકોર્ડ બ્રેક Heatwave 52.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભારતીય મૌસમ વિભાગે 29 May, 2024 ના રોજ Delhi ની અંદર બપોરના સમયે Delhi ના વિવિધ વિસ્તારોમાં 45.2 થી 49.1 ડિગ્રી તાપમાન માપ્યું હતું. આ પહેલા 28 May, 2024 ના રોજ Delhi ની અંદર મુંગેશપુર અને North East Delhi માં 49.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચો: Ritika Sajdeh Trolling: All Eyes On Rafah ની તસવીરને લઈ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની પત્ની થઈ રહી ટ્રોલ

Haryana માં પણ 50.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું

તે ઉપરાંત અસહ્ય Heatwave ને કારણે Delhi ના વિજળી વિભાગે જણાવ્યું છે કે, દેશની રાજધાનીમાં Heatwave ને કારણે વિજળીની માગમાં 8 હજાર 302 મેગાવટ સુધી પહોંચી ગઈ છે. આ અત્યાર સુધીની સૌથી વધુ વિજળીની માગ ગણવામાં આવે છે. તેની સાથે Delhi પછી Rajasthan ના ફલૌદીમાં 51 ડિગ્રી ગરમીનું તાપમાન સામે આવ્યું હતું. Delhi ની જેમ Rajasthan માં રેકોર્ડ બ્રેક Heatwave નું પ્રમાણ નોંધાયું હતું. જોકે Delhi અને Rajasthan ની જેમ Haryana માં પણ 50.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચો: UN Peacekeeping mission: સૈનિકો વચ્ચે યોજાઈ Tug of War સ્પર્ધા, જુઓ વીડિયો ભારતે કેવી રીતે ચીનને ધૂળ ચટાડી

30 મેથી ધીમે ધીમે ઘટવાની સંભાવના છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં Heatwave ના મોજાથી લઈને તીવ્ર Heatwave સુધીની સ્થિતિ 30 મેથી ધીમે ધીમે ઘટવાની સંભાવના છે. 31 મેના રોજ પંજાબ, Haryana-Delhi ના કેટલાક ભાગોમાં Heatwave ની લહેરથી ગંભીર Heatwave ની સ્થિતિની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, Rajasthan, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડના જુદા જુદા ભાગોમાં હીટવેવની સ્થિતિની સંભાવના છે.

આ પણ વાંચો: North Korea Sends Balloons: કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાને અનોખા ફુગ્ગાઓની ભેટ આપી