Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

17th BJP Lok Sabha Candidate List: ભાજપે સાંસદ અને પૂર્વ કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહની ટિકિટ કરી રદ

06:03 PM May 02, 2024 | Aviraj Bagda

17th BJP Lok Sabha Candidate List: લોકસભા ચૂંટણી 2024 ને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા 17 લોકસભા ઉમેદવારી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપ દ્વારા લોકસભાની બે બેઠકો પર યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે આ વખતે ઉત્તર પ્રદેશની કૈસરનંજ બેઠક પર ભાજપને મોટો દાવ કરવામાં આવ્યો છે.

  • ભાજપે લોકસભા બેઠકની 17 મી યાદી કરી જાહેર

  • કૈસરગંજ જિલ્લામાં 5 માં તબક્કામાં ચૂંટણી યોજાશે

  • રાયબરેલીની બેઠક પરથી ગાંઘી પરિવારનો કોઈ સભ્ય હશે?

17 મી ભાજપ લોકસભા બેઠક ઉમેદવારની યાદીમાં ઉત્તર પ્રદેશ કૈસરગંજ લોકસભા બેઠક પરથી ઉમેદવારની ઘોષણા કરવામાં આવી છે. જોકે અહીંયા ભાજપ સાંસદ અને નેતા બ્રિજભૂષણ શરણ સિંહની ટિકિટ રદ કરવામાં આવી છે. અગાઉ તેમની મહિલા પહેલવાનો દ્વારા યૌન શોષણના આરોપો લગાવવામાં આવ્યા હતા. આ મામલે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. ત્યારે આ મામલેને ભાજપ દ્વારા એક વચ્ચેનો રસ્તો શોધી કાઠવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Tricks : શખ્સે પાણીના માટલાને બનાવી દીધું ઓટોમેટિક મશીન, જુઓ Video

કૈસરગંજ જિલ્લામાં 5 માં તબક્કામાં ચૂંટણી યોજાશે

જોકે આ કૈસરગંજની ભાજપ લોકસભા બેઠકને લઈ બ્રિજભૂષણ સિંહે સાથે લાંબી વાતચીત કરવામાં આવી હતી. ત્યારે આ બેઠક પરથી તેમના પુત્રને ભાજપ લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તેથી આ વખતે ભાજપે ઉત્તર પ્રદેશની કૈસરગંજ ભાજપ લોકસભા બેઠક પરથી કરણ સિંહેને મેદાનમાં ઉતાર્યા છે. તો કરણ સિંહ ઉત્તર પ્રદેશના કુશ્તી સંઘના અધ્યક્ષ છે. તો કૈસરગંજ લોકસભા બેઠક પર લોકસભા ચૂંટણી 2024 ના 5 માં તબક્કા પૈકી મતદાનનું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો: Voting Counting Process: જાણો… મતદાન આંકડાનું ડેટા એનાલિસિસ કેવી રીતે કરવામાં આવે છે

રાયબરેલીની બેઠક પરથી ગાંઘી પરિવારનો કોઈ સભ્ય હશે?

તે ઉપરાંત આ યાદીમાં રાયબરેલીની ભાજપ લોકસભા બેઠકના ઉમેદવારનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ભાજપે રાયબરેલી લોકસભા બેઠક પરથી દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ આ પહેલા પણ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે આ વખતે રાયબરેલીની કોંગ્રેસ લોકસભા બેઠક પરથી કોનું નામા સામે આવશે, તે રસપ્રદ રહેશે. જોકે ચર્ચાઓ એવી ચાલી રહી છે કે, ગાંધી પરિવારમાંથી જ કોઈને આ બેઠક પરથી ઉમેદવાર નિયુક્ત કરાશે.

આ પણ વાંચો: BJP ના વાયક પર વિદેશી પાર્ટીઓના નેતાઓ આવ્યા ભારત, જાણો ક્યાથી કોણ આવ્યું?