Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Natasa Stankovic: ભગવાન પ્રેમથી ઘેરાયેલી છું હવે જીવવા…’,હાર્દિકથી છૂટાછેડા બાદ નતાશાની ઈમોશનલ પોસ્ટ

03:32 PM Aug 09, 2024 |
  1. નતાશા સ્ટેનકોવિક શેર કરી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી
  2. નતાશા કારમાં બેઠેલી અને ચહેરો એકદમ શાંત દેખાયો
  3. ‘ઈશ્વરના માર્ગદર્શન હેઠળ,પ્રેમથી ઘેરાયેલા, કૃતજ્ઞતામાં જીવવું’:નતાશા

Natasa Stankovic: અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic)અને ક્રિકેટર હાર્દિક પંડ્યા(Hardik Pandya)એ 18 જુલાઈના રોજ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં બંનેએ પોતપોતાના ફેન્સ સાથે તેમના અલગ થવાના સમાચાર શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે, બંને લાંબા સમયથી એકબીજાથી અલગ રહેતા હતા જેના પછી ફેન્સને તેમના અલગ થવાનો ખ્યાલ આવી ગયો હતો.

નતાશાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી વાયરલ થઈ

નતાશા જે અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ પર કોઈને કોઈ પોસ્ટ શેર કરે છે તેણે હાલમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. આ સ્ટોરીમાં નતાશા (Natasa Stankovic)કારમાં બેઠેલી જોવા મળે છે અને તેનો ચહેરો એકદમ શાંત દેખાય છે. આ ફોટો શેર કરતી વખતે નતાશાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘ઈશ્વરના માર્ગદર્શન હેઠળ, પ્રેમથી ઘેરાયેલા.. કૃતજ્ઞતામાં જીવવું.’ જ્યાં નતાશાના ફેન્સ આ પોસ્ટને પસંદ કરી રહ્યા છે તો કેટલાક તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

આ પણ  વાંચો –સુપ્રીમ કોર્ટમાં CJI સહિત તમામ ન્યાયાધીશ આજે ફિલ્મ જોશે….

ગયા મહિને અલગ થવાની જાહેરાત કરી હતી

હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા સ્ટેનકોવિક હાલમાં તેના હોમટાઉન સર્બિયામાં છે. વર્ષ 2020માં લગ્ન લોકડાઉન દરમિયાન બંનેએ ઘરે લગ્ન કર્યા હતા ત્યારબાદ બંનેએ બે વર્ષ પછી વર્ષ 2023માં હિન્દુ અને ખ્રિસ્તી રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ જુલાઈ 2024માં બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. બંનેએ એકસાથે એક પોસ્ટ શેર કરી છે જેમાં બંનેએ તેને મુશ્કેલ નિર્ણય ગણાવ્યો છે અને કહ્યું છે કે તેઓ તેમના પુત્ર અગસ્ત્યની સંભાળ એકસાથે રાખશે.

આ પણ  વાંચો જ્યારે ઘોર અંધારી રાત્રે શાહરુખ ખાન મહિલા પત્રકાર માટે બન્યા દેવદૂત

હાર્દિક અને નતાશાએ પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે તેઓ તેમના પુત્ર અગસ્ત્યનો ઉછેર સાથે કરશે. ભૂતપૂર્વ દંપતિએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘અમારો પુત્ર હંમેશા અમારા બંનેના જીવનનું કેન્દ્ર રહ્યો છે અને અમે તેને સાથે મળીને ઉછેરીશું. અમે તેને અમે જે કરી શકીએ તે બધું આપીશું તેની ખાતરી કરવા અમે સહ-માતા-પિતા કરીશું. અમને અગસ્ત્યના આશીર્વાદ છે. આ મુશ્કેલ સમયમાં અમને ગોપનીયતા પ્રદાન કરવા માટે અમે તમારા સમર્થન અને સમજણને નિષ્ઠાપૂર્વક વિનંતી કરીએ છીએ.