- નાયબ સિંહ સૈની વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા
- અમિત શાહની હાજરીમાં થઇ હતી બેઠક
- નાયબ સિંહ સૈની આવતીકાલે CM પદના શપથ લેશે
નાયબ સિંહ સૈની (Nayab Singh Saini) હરિયાણા (Haryana)ના નવા CM બનશે. આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં નાયબ સિંહ સૈની (Nayab Singh Saini)ને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ આવતીકાલે પંચકુલામાં CM પદના શપથ લેશે. આ પહેલા આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં મળેલી વિધાનસભ્ય દળની બેઠકમાં અનિલ વિજ અને મનોહર લાલ ખટ્ટરે ધારાસભ્ય દળના નેતા તરીકે નાયબ સિંહ સૈની (Nayab Singh Saini)ના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને તમામ ધારાસભ્યોએ ટેકો આપ્યો હતો.
આજે ધારાસભ્ય દળની બેઠક પહેલા જ નાયબ સિંહ સૈની (Nayab Singh Saini)ના નામને મંજૂરી આપવા અંગે જોરદાર ચર્ચા થઇ હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા અખબારોમાં એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી જેમાં PM મોદી અને નાયબ સિંગ સૈનીની તસવીરો હતી અને લોકોને આવતીકાલે પંચકુલામાં યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા અપીલ કરવામાં આવી હતી. આ જાહેરાત સંકેત આપી રહી હતી કે આજે મળનારી વિધાનસભ્ય દળની બેઠકમાં નાયબ સિંહ સૈની (Nayab Singh Saini)ના નામને મંજૂરી આપવામાં આવશે.
આ પણ વાંચો : ઓમર અબ્દુલ્લા બન્યા કેન્દ્રશાસિત પ્રદેશ Jammu-Kashmir ના નવા મુખ્યમંત્રી
CM ના શપથ ગ્રહણની તૈયારીઓ ચાલુ…
પંચકુલામાં ચૂંટણી દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, નાયબ સિંહ CM બનશે. જ્યાં એક તરફ ધારાસભ્ય દળની બેઠકની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ 17 ઓક્ટોબરે યોજાનાર CM પદના શપથ ગ્રહણની પણ તૈયારીઓ ચાલી રહી છે. અમિત શાહ મોટા ભાગના ચૂંટણી રાજ્યોમાં સંગઠન અને વ્યૂહરચના સંભાળવાની જવાબદારી સંભાળી રહ્યા છે અને પક્ષમાં ‘ચાણક્ય’ની ભૂમિકા નિભાવી રહ્યા છે. પરંતુ આ વખતે અમિત શાહ જેવા દિગ્ગજ નેતાને નિરીક્ષક બનાવ્યા બાદ અટકળોનું બજાર ગરમાયું છે. શું પાર્ટી ફરી કોઈ આશ્ચર્યજનક ચહેરો લાવવાનું વિચારી રહી છે?
આ પણ વાંચો : Maharashtra Election : NDAમાં બેઠકોની વહેંચણી પર લેવાયો સૌથી મોટો નિર્ણય! જાણો સીટોની ફાળવણી વિશે