- આરોપીઓ આ પહેલા પણ જેલની હવા ખાઈને આવેલા
- ઉત્તર પ્રદેશમાં આરોપીઓ વિશે તપાસ હાથ ધરી
- બરફ કાપવાના હથિયારથી મોતને હવાલે કર્યો હતો
Baba Siddique Murder : Mumbai Crime Branch એ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા Baba Siddique ની હત્યા કેસમાં 3 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે તેમાંથી બે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તો આ બંને આરોપીઓ પૈકી એક ઉત્તર પ્રદેશના અને બીજો હરિયાણાનો રહેવાસી છે. તેમના નામ રાજેશ કશ્યપ, શિવકુમાર અને ગુરમેલ બલજીત સિંહ છે. જોકે ગુરમેલ સિંહના માતા-પિતાનું મૃત્યુ છે. જોકે આ બંને આરોપીઓ આ પહેલા પણ જેલની હવા ખાઈને આવેલા છે. પરંતુ આ બંનેના જામીન કરાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Baba Siddique Murder: બાબા સિદ્દીકના મૃત્યુ બાદ લોરેન્સ બિશ્નોઈની પોસ્ટ થઈ વાયરલ!
ઉત્તર પ્રદેશમાં આરોપીઓ વિશે તપાસ હાથ ધરી
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા Baba Siddique ની હત્યાની જવાબદારી Baba Siddique ની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આ કેસમાં Mumbai Crime Branch એ બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ત્રીજાની શોધ ચાલી રહી છે. જોકે જે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેના વિરુદ્ધ Mumbai Crime Branch એ ઉત્તર પ્રદેશની પોલીસમાં આરોપીઓ વિશે તપાસ હાથ ધરી હતી. જોકે આ 3 આરોપીઓ પૈકી ગુરમેલ સિંહે આ પહેલા પણ મૃત્યુના કેસનો આરોપી સરકાર દ્વારા ગણાવવામાં આવ્યો છે.
બરફ કાપવાના હથિયારથી મોતને હવાલે કર્યો હતો
ત્યારે ગુરમેલ સિંહની દાદીએ એક મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2019 માં તેણે એક વ્યક્તિને બરફ કાપવાના હથિયારથી મોતને હવાલે કર્યો હતો. જોકે આ કેસમાં તેને જામીન મણી ગયા હતાં. પરંતુ આ જામીન કોને કરાવ્યા હતાં. તેના વિશે ગુરમેલ સિંહના પરિવારજનોને કોઈ પણ માહિતી ન હતી. જોકે જામીન મળ્યા બાદ તે સૌ પ્રથમ પરિવારજનોને મળવા માટે આવ્યો હતો. ત્યારબાદ તે પોતાના કામ અર્થે પરિવારથી દૂર જતો રહ્યો હતો. તે કોઈ તહેવાર કે અન્ય પારિવારિક કાર્ય માટે ઘરે આવ્યો ન હતો.
આ પણ વાંચો: Lawrence Bishnoi દાઉદ ઈબ્રાહિમના રસ્તે, 700 શૂટર્સ, 6 દેશોમાં ફેલાયેલું સામ્રાજ્ય