Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરેન્દ્રનગર જિલ્લાના 80થી વધુ વિદ્યાર્થીઓ રોમાનીયા ફસાયા, માઇનસ 7 ડિગ્રીમાં ભૂખ્યા પેટે ગુજારી રહ્યા છે દિવસો

10:26 AM May 03, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમા ઘણા રશિયન સૈનિકો તો યુક્રેનમાં ઘણા સામાન્ય નાગરિકો માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. વળી આ યુદ્ધના કારણે યુક્રેન અને રોમાનીયામાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ફસાઇ ગયા છે. 
વિદ્યાર્થીઓના માતા-પિતાની ચિંતામાં વધારો થયો
આપને જણાવી દઇએ કે, રશિયન સેના યુક્રેનની રાજધાની કીવ પર ઝડપથી હુમલો કરી રહી છે. હુમલાનો આ પાંચમો દિવસ છે. યુક્રેનની સેના રશિયાનો મજબૂતીથી સામનો કરી રહી છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેના માટે આ ખૂબ જ મુશ્કેલ દિવસ છે. આ સાથે યુક્રેન અને રોમાનીયામાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઇને એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, યુક્રેનના રોમાનીયામાં સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓ ફસાઇ ગયા છે. અહી તેમની હાલત કફોડી બની છે. અહી વિદ્યાર્થીઓને જમવા-રહેવાની પણ સુવિધાઓ ઉપલબ્ધ નથી. જિલ્લાના વિદ્યાર્થીઓ માઇનસ 7 ડિગ્રીમાં ભૂખ્યા પેટે રાત દિવસ ઉભા રહ્યા છે. આ સમાચાર મળ્યા બાદ આ વિદ્યાર્થીઓના માતા-પિતાની ચિંતામાં વધારો થયો છે. આ વિદ્યાર્થીઓની પાસે નાણાં પણ ખૂટ્યા હોવાનું વાલીઓએ જણાવ્યું હતુ. પરિવારજનોની ધીરજ ખૂટતા તેઓ રડી પડ્યા હતા. ફસાયેલા વિદ્યાર્થીઓના સંપર્ક પણ પરિવારજનો સાથે તૂટી ગયા છે. જિલ્લાના કુલ 80થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા હોવાના અહેવાલ છે. અત્યંત પરિસ્થિતિ ગંભીર હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. 
યુક્રેનના મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી
ઉલ્લેખનીય છે કે, રશિયા દ્વારા યુક્રેનમાં સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. જેને ધ્યાને લેતા યુરોપિયન યુનિયને યુક્રેનને મદદ કરવા માટે શસ્ત્રો મોકલવાનું નક્કી કર્યું છે. વળી, યુક્રેનના મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી હતી. 15 સભ્યોમાંથી 11 સભ્યોએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ચર્ચાને સમર્થન આપ્યું છે. બીજી તરફ, યુક્રેન દાવો કરે છે કે તેણે 4,300 થી વધુ રશિયન સૈનિકોને મારી નાખ્યા છે અને 200 થી વધુને યુદ્ધ કેદી બનાવવામાં આવ્યા છે.