- Maulana ને તાંત્રિક વિદ્યાના નામે યુવતીનું શોષણ કર્યું
- મહિલાએ Maulana પર પંચાયતમાં ચપ્પલ વડે માર માર્યો
- વીડિયોના આધારે પોલીસ આરોપીઓની શોધ કરી રહી
Moradabad Maulana Viral Video : Uttar Pradesh ના Moradabad માંથી એક Maulana ને મહિલા વડે ચપ્પલ વડે માર માર્યાનો વીડિયો સામે આવ્યો છે. તો એક અહેવાલ અનુસાર આ Maulanaએ એક યુવતી સાથે અંધશ્રદ્ધાના બહાને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતાં. ત્યારે આ ઘટનાની માહિતી મળતા યુવતીના માતાએ આ Maulana ને અન્ય મુસ્લિમ Maulana ઓ ની સામે ચપ્પલ વડે માર માર્યો હતો.
મહિલાએ Maulana પર પંચાયતમાં ચપ્પલ વડે માર માર્યો
એક અહેવાલ અનુસાર, Uttar Pradesh માં આવેલા Moradabad માં સિવિલ લાઈંસ વિસ્તારમાં આવેલા અગવાનપુરના એક મોહલ્લામાં આ Maulana બાળકોને ટ્યૂશન આપે છે. તે ઉપરાંત તે દાવો કરે છે કે, તે ઝાડફૂંકના બહાને ભૂતપ્રેતથી લોકોને મુક્તી અપાવે છે. ત્યારે અગવાનપુરના મોહલ્લામાં રહેતી એક યુવતી પર ભૂતપ્રતના સકંજામાં આવી હોવાને તેણે દાવો કર્યો હતો. જોકે આ યુવતી છેલ્લા ઘણા સમયથી બીમાર હતી. ત્યારે તે કોઈપણ દવાથી તેની તબિયતમાં કોઈ ફેરફાર જોવા મળતો ન હતો. તેથી તેને માતાએ આ મૌલાનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો: Delhi માં કોનસ્ટેબલની બાઈકને ટક્કર મારી 10 મીટર ખસેડ્યા, જુઓ વીડિયો
Maulana ને તાંત્રિક વિદ્યાના નામે યુવતીનું શોષણ કર્યું
ત્યારે Maulana એ યુવતીની સ્થિતિ જોઈને તેની માતાને જણાવ્યું કે, તમારી દીકરી કોઈ ભૂતપ્રેતના સકંજામાં આવી ગઈ છે. તેથી તેને ખાસ તાંત્રિક વિદ્યાની જરૂર છે. ત્યારે યુવતીની માતા આ Maulana ની વાતોમાં આવી ગઈ હતી. તેથી તેણે Maulana ને તાંત્રિક વિદ્યા માટે પૈસા પણ આપ્યા હતાં. જે બાલ Maulana તાંત્રિક વિદ્યા માટે જરૂરી સામાન લઈને આવ્યો હતો. અને Maulana એ તમામ પરિવારજનોને ઘરથી બહાર જવાનું સૂચન કર્યું હતું. જે બાદ એક રૂમમાં આ Maulana અને યુવતી જ રહ્યા હતાં. જે બાદ કલાકો પસાર થતા યુવતીની માતાને શંકાનો અનુભવ થયો હતો. ત્યારે તેણી યુવતીના રૂમમાં ગઈ હતી. ત્યારે યુવતીના કપડા સાથે તેની હાલત પર અસ્તવ્યસ્ત હતી.
વીડિયોના આધારે પોલીસ આરોપીઓની શોધ કરી રહી
તો આ સમગ્ર ઘટનાની જાણ મહિલાએ Maulana ના પરિવારજનોને અને અન્ય લોકોને કરી હતી. ત્યાર બાદ અગવાનપુરમાં એક પંચાયત બોલાવવામાં આવી હતી. જેની અંદર મહિલાએ Maulana પર ચપ્પલનો વરસાદ કર્યો હતો. ત્યારે આ ઘટનાનો ત્યાં હાજર એક વ્યક્તિએ વીડિયો બનાવી લીધો હતો. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તે ઉપરાંત આ મામલે પોલીસ પાસે કોઈપણ ફરિયાદ નોંધવામાં આવી નથી. ત્યારે આ વાયરલ વીડિયોના આધારે પોલીસ આરોપીઓની શોધ કરી રહી છે.
આ પણ વાંચો: Israel ના હવાઈ હુમલા બાદ લેબનોનમાં મહિલા પત્રકારોની થઈ આવી હાલત