-
આ Video એક Astronaut દ્વારા શેર કરવામાં આવ્યો
-
લાલ અને લીલી રોશનીના અનોખા નજારો જોવા મળી રહ્યા
-
સોયુઝ અવકાશયાન આછા વાદળી રંગથી ચમકી રહ્યું છે
Moon Video Viral: જો આપણે નરી આંખે અંતરિક્ષના નજારોઓ જોઈએ, તો આપણી કલ્પનાની દુનિયામાં આવી ગયા હોય. તેવો અનુભવ થાય છે. પરંતુ કેટલીવાર આવી ઘટનાઓ સત્ય પુરવાર થતી હોય છે. તાજેતરમાં એક એવો Video સામે આવ્યો છે, જે અત્યાર સુધીમાં અતંરિક્ષ અને બ્રહ્માંડના વાયરલ કરવામાં આવેલા દરેક ફોટો અને Video કરતા ખુબ જ સુંદર અને વાસ્તવિક છે. આ Video એક Astronaut દ્વારા શેર કરવામાં આવ્યો છે.
લાલ અને લીલી રોશનીના અનોખા નજારો જોવા મળી રહ્યા
નાસાના Astronaut Matthew Dominick એ પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ Video માં જ્યારે ચંદ્રામાં ચુંબકિય સ્ટોર્મના બનેલા આવરણની વચ્ચે પૃથ્વીની પાછળ અસ્ત થાય છે, તે સમયના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. તો ચુંબકિય સ્ટોર્મને કારણે જે રંગીન પરતો તૈયાર થઈ છે, તેના કારણે પૃથ્વીના બહારના આવરણમાં આહ્લાદાયક નજારો જોવા મળી રહ્યો છે. કેમેરા દ્વારા કેદ કરવામાં આવેલો આ અદભૂત દ્રશ્યોમાં લાલ અને લીલી રોશનીના અનોખા નજારો જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: X Server down:Elon Muskના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’નું સર્વર ડાઉન
સોયુઝ અવકાશયાન આછા વાદળી રંગથી ચમકી રહ્યું છે
અહેવાલો અનુસાર, આ Video ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પરથી કેપ્ચર કરવામાં આવી હતી. આ ટાઈમલેપ્સ વિડિયો સુંદર સૂર્યોદય પણ બતાવે છે, જેના કારણે સોયુઝ અવકાશયાન આછા વાદળી રંગથી ચમકી રહ્યું છે. તો Video માં જોઈ શકાય છે કે, આ સમયે સંપૂર્ણ આકાશ સૌર વિસ્ફોટના પ્રકાશથી ચમકી રહ્યું છે. ચુંબકીય વાવાઝોડા એ સૂર્યમાંથી ઉત્સર્જિત કણોનું પરિણામ છે. જે પ્રકાશ ઉત્પન્ન કરવા માટે પૃથ્વીના વાતાવરણ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે.
આ પણ વાંચો: કરોડો વર્ષો પહેલા મંગળ પર હતાં નદીઓ અને તળાવોના ભંડાર, મળ્યા પૂરાવા