Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ રાજ્ય સરકારે 50 લાખ રૂપિયાની લોન શૂન્ય વ્યાજ દર સાથે કરી જાહેર

05:29 PM Aug 15, 2024 |
  • દેશમાં 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

  • Interest Free Loan નાગરિકો માટે તૈયાર કરી

  • Investment Policy 2024 ની શરૂઆત કરી

Interest Free Loan: આજરોજ દેશમાં 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ આઝાદીના પર્વ પર Mizoram Govt એ એક ખાસ સુવિધા નાગરિકો માટે બહાર પાડી છે. Mizoram ના CM Lalduhoma એ જણાવ્યું છે કે, સરકાર નાગરિકોના આર્થિક વ્યવસ્થાપનમાં સુધારો લાવવા માટે 50 લાખ રૂપિયાની Interest Free Loan નાગરિકો માટે કાર્યરત કરશે.

નવી Interest Free Loan નાગરિકો માટે તૈયાર કરી

Mizoram ના CM Lalduhoma એ વધુમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર સ્થાનિક વિકાસ માટે મોટા પાયા પર પ્રયાસો હાથ ધરી રહી છે. તેના અંતર્ગત રાજ્ય સરકારની સુવિધા વધુ સરળ રીતે નાગરિકો સુધી પહોંચે તે માટે જવાબદારીપૂર્વક અને પારદર્શિક સાથે સેવાઓ શરું કરવામાં આવશે. ગત વર્ષે 2023 ડિસેમ્બરમાં ZPM (જોરમ પીપલ્સ મૂવમેન્ટ) સરકારે Mizoram રાજ્યની કમાન સંભાળી હતી. ત્યારે આ મુહિમ હેઠળ ZPM સરકારે આ નવી Interest Free Loan નાગરિકો માટે તૈયાર કરી છે. આ લોન અંતર્ગત સરકાર આર્થિક વિકાસ માટે એક આગવું પગલું ભરી રહી છે.

આ પણ વાંચો: Bank Fraud : ED એ Avantha Group ની રૂ. 678 કરોડની સંપત્તિ જપ્ત કરી…

Investment Policy 2024 ની શરૂઆત કરી

આ Interest Free Loan સરકાર અધિનિયમ 2011 ના હેઠળ બહાર પાડવામાં આવી છે. જોકે આજરોજ આ લોન ઉપરાંત Mizoram ના CM Lalduhoma એ અનેક સુવિધાઓ નાગરિકો માટે તૈયાર કરી છે. તે ઉપરાંત સરકાર વહેલી તકે Universal Health Care Scheme ને પણ નાગરિકો માટે અમલમાં મૂકશે. તે ઉપરાંત બહારના લોકો આવીને Mizoram માં પોતાનું આર્થિક રીતે રોકાણ કરે, તે માટે સરકારે Investment Policy 2024 ની શરૂઆત કરી છે.

આ પણ વાંચો: SBIના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો, આજથી મોંઘી થઈ ગઈ લોનની EMI