Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

META એ WhatsApp અને Instagram ના કર્મચારીઓની કરી છટણી

09:27 PM Oct 17, 2024 |
  • મેટા કંપનીની સતત ત્રીજા વર્ષે છટણી
  • વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સની ટીમ પર પડી અસર
  • 2022માં લગભગ 11,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા

Meta Layoffs: તાજેતરમાં મેટાએ સમગ્ર મેટા-શ્લોકમાં છટણીની જાહેરાત કરી હતી, જેમાં Instagram, WhatsApp અને રિયાલિટી લેબ્સ માટે કામ કરતી ટીમોના કેટલાક કર્મચારીઓનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, આ છટણી કંપનીમાં સંસાધનોને ફરીથી ફાળવવા માટે કરવામાં આવી રહી છે. ટેકક્રંચ દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે આ છટણીએ થ્રેડ્સ, ભરતી, કાનૂની કામગીરી અને ડિઝાઇન જેવી ટીમોમાં કર્મચારીઓને અસર કરી છે.

સતત ત્રીજા વર્ષે છટણી

મેટા કંપનીએ 2022માં લગભગ 11,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા. ત્યાર બાદ 2023માં 10,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા. હવે સતત ત્રીજા વર્ષે પણ કંપની તેમના કર્મચારીઓને છૂટા કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ વખતે આ આંકડો પહેલાના બે વર્ષ જેટલો મોટો નથી, પરંતુ ઘણાં લોકોની નોકરી નષ્ટ થશે.

આ પણ  વાંચો –Royal Enfield Electric Bike આ તારીખ થશે લોન્ચ,જાણો કિંમત

વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર અસર

મેટા કંપનીએ તેમના બધા પ્લેટફોર્મ, જેમ કે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ, પરથી પણ કર્મચારીઓને છૂટા કરવા માટે કહ્યું છે. મેટા કંપનીના કર્મચારી જેન મેનચુન વોંગે થ્રેડ પર પોસ્ટ કર્યું હતું કે ‘હું આ હકીકત હજી સુધી સ્વીકારી શક્યો નથી. મને કહેવામાં આવ્યું છે કે મેટામાં મારો સમય હવે પૂરો થઈ ગયો છે. હું દરેકનો આભાર માનું છું, ખાસ કરીને મારા ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સના ટીમમેટ્સનો. તેમના કારણે મારી મેટાની જર્ની ખૂબ જ વાઇલ્ડ રહી છે. જો કોઈ મારી સાથે સોફ્ટવેર અને સિક્યોરિટી એન્જિનિયરીંગ પર કામ કરવા ઇચ્છતું હોય તો મને ઇમેલ, લિન્ક્ડઇન અથવા તો મારી પર્સનલ વેબસાઇટ દ્વારા મારો સંપર્ક કરી શકે છે.’

આ પણ  વાંચો –ભારતીય ટેલિકોમ કંપની અને Elon Musk વચ્ચે નવું ‘યુદ્ધ’

છટણીની વાત સ્વીકારી

મેટા કંપનીના પ્રવક્તા ડેવ આર્નોલ્ડે જણાવ્યું કે ‘મેટાની કેટલીક ટીમમાં બદલાવ થઈ રહ્યો છે. કંપનીના લક્ષ્યને પહોંચી શકીએ તે માટે કેટલાક બદલાવ કરવામાં આવી રહ્યાં છે. આ સ્થિતિમાં અમે કેટલાક કર્મચારીઓને અન્ય રોલમાં શિફ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ અમુક ટીમ પર અસર પડી છે. કેટલાક લોકોના લોકેશન બદલવામાં આવ્યા છે, જ્યારે જેઓને શિફ્ટ કરી શકાતા નથી, તેઓને છૂટા કરવામાં આવ્યા છે. આ આંકડો હજી સુધી જાહેર નથી કર્યો.’