Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mehsana : ધારાસભ્ય અને સાંસદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, કરી આ રજૂઆત!

11:32 AM Sep 07, 2024 |
  1. રોડ રિપેર ના થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ના વસૂલવા માગ
  2. મહેસાણા સાંસદ મયંક નાયકે CM ને લેખિત રજૂઆત કરી
  3. પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે CM ને પત્ર લખીને રજૂઆત કરી
  4. કોમર્શિયલ વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોની પણ માંગ ઊઠી

ગુજરાતમાં પડેલા અનરાધાર વરસાદનાં કારણે રાજ્યભરમાં રોડ-રસ્તાઓની સ્થિતિ કફોડી બની છે. ત્યારે પાટણનાં ધારાસભ્ય કિરીટ પટેલે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે પત્રમાં રોડ રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ના વસૂલવા માગ કરી છે. મહેસાણા (Mehsana) સાંસદ મયંક નાયકે પણ CM ને લેખિતમાં રજૂઆત કરી છે.

આ પણ વાંચો – Rajkot : લ્યો બોલો…ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાની વાતો વચ્ચે ડોમેસ્ટિક ફ્લાઇટ બંધ થવાનો વારો આવ્યો!

પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે CMને પત્ર લખી કરી રજૂઆત

પ્રાપ્ત માહિતી મુજબ, પાટણનાં (Patan) ધારાસભ્ય કિરીટ પટેલે (MLA Kirit Patel) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેને પત્ર લખ્યો છે. આ પત્રમાં એવી રજૂઆત કરાઈ છે કે, જ્યાં સુધી રોડ રિપેર ના થયા ત્યાં સુધી વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં ના આવે. પત્રમાં તેમણે જણાવ્યું કે, મહેસાણા-અમદાવાદ હાઇવે (Mehsana-Ahmedabad highway) પર ઠેર ઠેર રોડ-રસ્તાની હાલત ખૂબ જ કફોડી બની છે. રોડ તૂટી જતાં વાહનચાલકો પરેશાન છે. કિરીટ પટેલે પત્ર થકી મુખ્યમંત્રીને મહેસાણા-અમદાવાદ હાઇવે પર કોમર્શિયલ ટેક્સ માફ કરવા માગ કરી છે.

આ પણ વાંચો – Ganesh Chaturthi : ગુજરાતભરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ, વાજતે-ગાજતે શ્રીજીની સ્થાપના, જુઓ Video

રોડ રિપેર ના થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ન વસૂલવા માગ

બીજી તરફ હાઇવે પર રસ્તાઓ હજી સુધી તૂટેલી સ્થિતિમાં રહેતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. કોમર્શિયલ વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોની પણ માંગ ઊઠી છે. કોમર્શિયલ વાહનચાલકો પણ કંટાળીને બોલ્યા કે, 12 અને 14 વ્હીલ વાહનનાં 700 રૂપિયા ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. રોડ રિપેર નથી કરતા તો ટેક્સ શા માટે વસૂલે છે ? માહિતી મુજબ, મહેસાણા સાંસદ મયંક નાયકે (MP Mayank Nayak) પણ આ મામલે મુખ્યમંત્રીને ને લેખિત રજૂઆત કરી ધ્યાન દેર્યું છે.

આ પણ વાંચો – VADODARA : લાડવાડામાં જર્જરિત મકાન પડતા એકનું મોત