Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાત વકફ બોર્ડ અને JPCની બેઠક; Waqf (Amendment) Bill 2024 અંગે થઈ ચર્ચાઓ, જાણો કોણે શું કહ્યું

01:53 PM Sep 27, 2024 |
  1. ગુજરાત સરકાર, ગુજરાત વકફ બોર્ડ અને JPCની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
  2. અમદાવાદમાં હોટલ તાઝ ખાતે યોજાઈ આ બેઠક
  3. JPCના મંતવ્યો મેળવવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું

Waqf (Amendment) Bill 2024: આજે અમદાવાદમાં હોટલ તાઝ ખાતે ગુજરાત સરકાર, ગુજરાત વકફ બોર્ડ અને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. કેન્દ્ર સરકારે વકફ એક્ટમાં ફેરફાર માટે વકફ (સુધારા) બિલ 2024 (Waqf Amendment Bill 2024) રજૂ કર્યું છે, જેનો ઉદ્દેશ વકફ સંસ્થાઓ અને મિલકતો વચ્ચે ચાલી રહેલા વિવાદોને નિકાલ આપવાનો છે. JPCના મંતવ્યો મેળવવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકાર અને વકફ બોર્ડ પ્રેઝન્ટેશન કરશે. નોંધનીય છે કે, આ બેઠકને લઈને ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

45 જેટલા સુધારા બાબતે અમે લેખિતમાં રજૂઆત કરીશુંઃ ઇકબાલ શેખ

JPCમાં 21 લોકસભા અને 10 રાજ્યસભાના સાંસદોનો સમાવેશ થાય છે, જે અગાઉ ચાર વખત બેઠક કરી ચુકી છે. આ બેઠકમાં વકફ સંશોધન બિલ પર ચર્ચા કરવામાં આવશે અને કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. વકફ બોર્ડ અને અન્ય વિભિન્ન સંગઠનો વચ્ચે ચાલી રહેલા વિવાદોનું વેરિફિકેશન કરવાની તક મળશે. બેઠકમાં જતી વખતે ઇકબાલ શેખ, વકફ બોર્ડના પૂર્વ સભ્યએ જણાવ્યું હતું કે, ‘45 જેટલા સુધારા બાબતે અમે લેખિતમાં રજૂઆત કરીશું. વકફ બોર્ડના અમુક નિયમો બદલવાનો વાત છે. જેમાં મુસ્લિમોને હોદ્દેદારોને વકફ બોર્ડમાંથી બદલાવના કેટલાક મુદ્દા છે. જે વકફ એક્ટને નષ્ટ કરવાની વાત છે. જેની સામે આજે અમે બેઠક માં જોડાઈશું.’

રાજ્યના દરેક નાગરિકોના હિતમાં બનેલ નિર્ણયો અંગે રજૂઆત કરવામાં આવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવાયું કે, રાજ્યના દરેક નાગરિકોના હિતમાં બનેલ નિર્ણયો અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારો અંગે રાજ્ય સરકાર માને છે કે, આ અભિપ્રાયની પ્રક્રિયા મહત્વપૂર્ણ છે. JPCના મંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ આ મુદ્દાઓ પર ખુલ્લેઆમ ચર્ચા કરશે, જેમાં નવી નીતિઓ અને નિયમોના બદલાવ અંગે વિચાર વિમર્શ કરવામાં આવશે. આ બેઠક ગુજરાતના વકફ પ્રબંધન માટે એક મહત્વપૂર્ણ અવસર બની છે, જે ભવિષ્યમાં અન્યાય નિવારણ માટે નવી દિશા પ્રદાન કરી શકે છે.

આ પણ વાંચો: Surat: ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પાંચમી વખત આવ્યું પૂર, લોકોના ઘરોમાં ભરાયા પાણી

સરકારે પ્રેઝન્ટેશન કર્યું તેના સમર્થનમાં અમે નથીઃ ઇમરાન ખેડાવાલા

ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, આજે ગૃહ રાજ્યમંત્રી તરફથી સરકાર શું કરી રહી છે તેનું પ્રેઝન્ટેશન કરાયું. સરકાર અને ગૃહ રાજ્યમંત્રી દેખાવો કરી ભાજપ બિલને સમર્થન આપી રહી છે. સરકારની બ્રીફ પ્રમાણે પ્રેઝન્ટેશન થયું હતું જેમાં અમે 14 સૂચન આપ્યા છે.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘સરકારે પ્રેઝન્ટેશન કર્યું તેના સમર્થનમાં અમે નથી. સરકાર તરફથી કલેકટરને સત્તા આપવાની સૂચન હતું. સમગ્ર દેશમાં રાજ્યમાં અલગ અલગ વકફ બોર્ડ આવેલા છે. જેથી આ બિલ લાવી મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. હર્ષ સંઘવીની રજૂઆતના અમે સમર્થનમાં નથી.’

અમે મુસ્લિમ સમાજ આ બિલ નો વિરોધ કરીએ છીએઃ ખુર્શીદ શેખ

આ સાથે સાથે ખુર્શીદ શેખે કહ્યું કે, અમે મુસ્લિમ સમાજ આ બિલ નો વિરોધ કરીએ છીએ. વકફ બોર્ડ આંગળી મૂકી તે જગ્યા તેની થઈ જાય તે વાત ખોટી છે. ક્યારે પણ વકફ બોર્ડ કોઈ જમીન ખોટી રીતે નથી લેતું. દાનમાં આવેલ જમીનનું સંચાલન વકફ બોર્ડ કરે છે. વકફ ટ્રિબ્યુનલ આ મામલે કામ કરે છે પણ ગેરસમજ ઊભી કરી મામલો ઊંધા પટે લઈ ગયા.’.

આ પણ વાંચો: Panchmahal: આવી વિદાય માત્ર શિક્ષકને જ મળી શકે! બે શિક્ષિકાઓની બદલી થતાં વિદ્યાર્થીઓ હિબકે ચડ્યા