Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mangrol મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કૉન્સ્ટેબલ 6,500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

08:55 AM Oct 19, 2024 |
  1. ચંદ્રસિંહ સિસોદિયાને 6,500 ની લાંચ લેતા ACB એ ઝડપી પાડ્યા
  2. જુનાગઢ ACB એ છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યા
  3. ચેકપોસ્ટથી પસાર થવા દેવા માટે લાંચ માંગવામાં આવી હતી

Mangrol : સરકારી કર્મચારીઓ કામ કરવા માટે લાંચ લેવા હોય તેવું ઘણી વખત સામે આવ્યું છે. એટલું જ નહીં ભ્રષ્ટાચારનું દુષણ ખુબ જ વધવા લાગ્યું છે. જોકે, તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહીં છે. અત્યારે માંગરોળ મરીન પોલીસ સ્ટેશન (Mangrol Marin Police Station)માં ફરજ બજવતા કૉન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે. નોંધનીય છે કે, માંગરોળ મરીનના ચંદ્રસિંહ સિસોદિયાને 6,500 ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો: Surendranagar: પાટડીમાં રાત્રે ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, 08 લોકો થયા ઇજાગ્રસ્ત

ટ્રકને મક્તુપુર ચેકપોસ્ટથી પસાર થવા દેવા માટે લાંચ માંગી

નોંધનીય છે કે, જુનાગઢ એસીબીએ છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીના ટ્રકને મક્તુપુર ચેકપોસ્ટથી પસાર થવા દેવા માટે લાંચ માંગવામાં આવી હતી. જેથી જુનાગઢ એસીબીએ કૉન્સ્ટેબલને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન માંગરોળ મરીન પોલીસ સ્ટેશન (Mangrol Marin Police Station)માં ફરજ બજવતા કૉન્સ્ટેબલ ચંદ્રસિંહ સિસોદિયાને ઝડપી પડવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Accident: ફુલ સ્પીડે આવેલી કારે શ્રદ્ધાળુઓને કચડ્યા, 5ના મોત

ગુજરાત એસીબીએ આણંદ જિલ્લામાં પણ કાર્યવાહી કરી

ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થવી ખુબ જ જરૂરી છે. નોંધનીય છે કે, ગુજરાત એસીબીએ આ પહેલા 16 તારીખે આણંદ જિલ્લાના પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. રામભાઈ વેલાભાઈ ખોડા તથા પોલીસ કૉન્સ્ટેબલ ધનરાજભાઈ કેસરીસિંહ મહીડા અને પોલીસ કૉન્સ્ટેબલ હિતેશકુમાર દિપસંગભાઈ રાઠોડ રૂપિયા 45,000/-ની લાંચ લેતા ઝડપ્યાં હતાં. એટલે અનેક એવા કેસો સામે આવ્યાં છે જેમાં સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે.

આ પણ વાંચો: વિશ્વમાં ગરબીનો ચોંકાવનારો આંકડો, 455 મિલિયન લોકો મૂળભૂત જરૂરિયાતોથી વંચિત