Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સ્ટેડિયમમાં ચાલુ મેચમાં સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો, સુરક્ષા વ્યવસ્થાને લઈને ઉભો થયો ફરી સવાલ

12:15 AM May 17, 2023 | Vipul Pandya

વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એક વાર સવાલ ઉભો થયો છે. હાલમાં આ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચમાં ચાલુ મેચમાં જુગાર રમાડતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી રાજસ્થાનથી 5 દિવસ પહેલા અમદાવાદમાં મેચમાં સટ્ટો રમવાના ઈરાદે આવ્યો હતો અને નકલી પાસના આધારે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો.
હાલમાં અમદાવાદનાં મોઢેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહી છે. જે મેચ દરમિયાન ચાંદખેડા પોલીસના અલગ અલગ ટીમો સાથે પેટ્રોલિંગમાં હતી, તે સમયે એક ઈસમ સતત ફોનમાં વ્યસ્ત હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી GCAનો પાસ મળી આવ્યો હતો. જે પાસમાં તેનું નામ મોહિતસિંઘ રાજપૂત હતુ. જેથી પોલીસને શંકા જતા પોલીસે તપાસ કરતા GCA દ્વારા કોઈ પણ મીડિયાકર્મીને આ પ્રકારનો પાસ બનાવીને આપ્યો ન હોવાનું સામે આવ્યું હતું. જેથી યુવકની સધન પુછપરછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ ન આપતા યુવકને કડક રીતે પૂછપરછ કરતા તે પોતાનાં અન્ય મિત્ર નાસીર હુસેન સાથે રાજસ્થાનની જયપુરથી પાંચ દિવસ પહેલા આવ્યો હોવાનું જણાવ્યું હતું.
બન્ને ઈસમો મેચમાં સટ્ટો રમવાના ઈરાદે આવ્યા હતા તેમજ સ્ટેડિયમ રોડ પરની એક હોટલમાં રોકાયા હતા. સ્ટેડિયમમાં હાલ પ્રેક્ષકોને પ્રવેશ ન હોવાથી ચાલુ મેચમાં સટ્ટો રમાડવા માટે તેઓએ સ્ટેડિયમમાં પ્રવેશવા માટે નકલી પાસ જયપુરના શહેનશાહ સુરીનખાન પાસે બનાવડાવ્યો હતો. જે પાસના આધારે પકડાયેલો આરોપી મોહિતસિંઘ રાજપૂત સ્ટેડિયમમાં પ્રવેશ્યો હતો. જે આરોપીને ચાંદખેડા પોલીસે ઝડપી વધુ તપાસ શરૂ કરી છે, મહત્વનું છે કે, નકલી પાસ બનાવી આરોપી સ્ટેડિયમની અંદર પહોંચી જતા સ્થાનિક પોલીસની બેદરકારી છતી થઈ છે. અગાઉ પણ નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં ચાલુ મેચમાં સટ્ટો રમાડતા ઈસમની ધરપકડ કરાઈ હતી, તેવામાં આ ગુનામાં આરોપી સાથે સામેલ અન્ય બે આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.