+

Big News : મિઝોરમના સૈરાંગમાં મોટી દુર્ઘટના, નિર્માણાધિન બ્રિજ તૂટતા 17ના મોત

મિઝોરમના સૈરાંગમાં મોટી દુર્ઘટના નિર્માણાધિન બ્રિજ તૂટતા 17ના મોત કેટલાક શ્રમિક દટાયેલા હોવાની શંકા રેલવે વિભાગ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન CM ઝોરામથાંગાએ દુ:ખ વ્યક્ત કર્યુ   મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે નિર્માણાધીન…
  • મિઝોરમના સૈરાંગમાં મોટી દુર્ઘટના
  • નિર્માણાધિન બ્રિજ તૂટતા 17ના મોત
  • કેટલાક શ્રમિક દટાયેલા હોવાની શંકા
  • રેલવે વિભાગ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન
  • CM ઝોરામથાંગાએ દુ:ખ વ્યક્ત કર્યુ

 

મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે નિર્માણાધીન રેલ પુલ ધરાશાયી થયો છે. આ અકસ્માતમાં 17 શ્રમિકના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચે હજુ પણ 30 થી 40 મજૂરો દટાયા હોવાની શક્યતા છે. ઘટના સમયે તમામ શ્રમિકો પુલ પર કામ કરી રહ્યા હતા આ શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

 

મિઝોરમના જે રેલવે ઓવર બ્રિજ પર શ્રમિકો કામ કરી રહ્યા હતા તે પુલ નંબર 196ની ઊંચાઈ 104 મીટર છે. આ બ્રિજ દિલ્હીના કુતુબ મિનારથિ પણ 42 મીટર વધુ ઊંચો છે. આ બ્રિજ પર રેલવે સેવા શરૂ થયા બાદ મિઝોરમ દેશના વિશાળ રેલવે નેટવર્ક સાથે જોડાઈ જશે.

મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગાએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે શોકાકુળ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં ઘાયલોને જલ્દીથી સાજા થઈ જવા માટે પ્રાર્થના કરી હતી.

pm  મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોને 2 લાખની સહાયની જાહેરાત

મિઝોરમમાં બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે PMO પરથી ટ્વિટ કરતાં લખ્યું છે કે મિઝોરમમાં પુલ ધરાશાયી થવાની ઘટનાથી દુઃખી છું. મૃતકોના સ્વજનો પ્રત્યે મારી સહાનુભૂતિ વ્યક્ત કરું છું અને ઘટનામાં ઘાયલ લોકોના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અસરગ્રસ્તોને શક્ય તમામ સહાયતા કરવામાં આવશે.

 

આ પણ વાંચો –આર્યભટ્ટ સેટેલાઈટથી લઈ ચંદ્રયાન-3 સુધી આવો છે ભારતનો અંતરિક્ષનો ઈતિહાસ

 

Whatsapp share
facebook twitter