+

MAHEMDAVAD : તાલુકાના સિહુંજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું

અહેવાલ –  કિશન રાઠોડ  સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે મહેમદાવાદ તાલુકાના સિહુંજ ગામે પહોંચી હતી.…
અહેવાલ –  કિશન રાઠોડ 
સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે મહેમદાવાદ તાલુકાના સિહુંજ ગામે પહોંચી હતી. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકારની યોજનાઓથી માહિતગાર કરી યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા.
 વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત પી.એમ.યુ.વાય.-૧૫, એસ.એચ.સી. નિદર્શન, જૈવિક ખેતી, આયુષ્યમાન કાર્ડ, પી.એમ.કિશાન યોજના, ઓ.ડી.એફ., જલ જીવન મિશન, જન ધન યોજના, જમીન રેકર્ડ ડીઝીટાઇઝેશન યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. રમત ક્ષેત્રે રમતવીરને અપાયેલ એવોર્ડ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
Image preview
 આ કાર્યક્રમમાં ખેતીવાડી, આરોગ્ય, બેન્ક, મિશન મંગલમ, જલ જીવન, આઇ.આર.ડી. વગેરે યોજનાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. જેના દ્વારા સિહુંજ ગામના લોકોને વિવિધ યોજનાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન ધરતી કરે પુકાર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તથા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ભારતને 2047 સુધી વિકસિત અને આત્મનિર્ભર બનાવવા શપથ લીધી હતી.
Image preview
આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પી.એમ.જે.એ.વાય., તથા આંગણવાડી પોષણ કીટ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલ લાભની વાત કરી અન્ય લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સિહુંજ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં કલેકટર શ્રી કે. એલ. બચાણીએ આકસ્મિક મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં મહેમદાવાદ ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટરશ્રી કે. એલ. બચાણી, મહેમદાવાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, મહેમદાવાદ તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી, સરપંચશ્રી, અગ્રણીઓ તેમજ સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
Whatsapp share
facebook twitter