Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Baba Mahakalની શાહી સવારીનું નામ બદલાયું…..

01:07 PM Sep 05, 2024 |
  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનો મોટો નિર્ણય
  • ઉજ્જૈનમાં યોજાતી બાબા મહાકાલની શાહી શોભાયાત્રામાંથી ‘શાહી’ શબ્દ હટાવી દેવાયો
  • સંતોએ માંગ કરી હતી કે શાહી શબ્દ ઈસ્લામિક સામ્રાજ્ય સાથે જોડાયેલો છે
  • શાહી સવારીનું નામ બદલીને રાજસી સવારી કરાયુ

Baba Mahakal : એક તરફ કુંભમેળામાં શાહી સ્નાન શબ્દ હટાવવાની કાર્યવાહી સંત સમાજે શરુ કરી છે ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મોટો નિર્ણય લીધો છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં સોમવારે ઉજ્જૈનમાં યોજાતી બાબા મહાકાલ (Baba Mahakal)ની શાહી શોભાયાત્રામાંથી ‘શાહી’ શબ્દ હટાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સંતોએ માંગ કરી હતી કે શાહી શબ્દ ઈસ્લામિક સામ્રાજ્ય સાથે જોડાયેલો છે, તેથી તેને બદલવો જોઈએ. હવે સંતો-મુનિઓની આ માંગણી સ્વીકારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઉજ્જૈનના મહાકાલમાં શાહી સવારી સિંધિયા શાહી પરિવારના સમયથી નીકળી રહી છે.

શાહી સવારીનું નામ બદલીને રાજસી સવારી

ઉજ્જૈનમાં સોમવારથી શરૂ થનારી વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલની શાહી સવારીનું નામ બદલવામાં આવ્યું છે. સંતોની માંગને પગલે મોહન યાદવે શાહી સવારીનું નામ બદલીને રાજસી સવારી કરી દીધું છે. સરકારના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને ધારાસભ્યોએ નવા નામને સમર્થન આપ્યું છે. આ પહેલા શાહી શોભાયાત્રા દરમિયાન મુખ્યમંત્રી ડો.મોહન યાદવ ઉજ્જૈન પહોંચ્યા હતા અને કહ્યું હતું કે બાબા મહાકાલની છેલ્લી શાહી શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે, આ કોઈ સરઘસ નથી પરંતુ બાબાનો સીધો સંબંધ જનતા સાથે છે. આ પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજસી સવારી વિશે લખેલા મેસેજ આવવા લાગ્યા હતા.

આ પણ વાંચો—KumbhMelo 2025: શાહી સ્નાન શબ્દ ઇસ્લામિક..સંત સમાજે કરી….

રાજસી અથવા શાહી સવારી વિશે જાણો

મહાકાલની નગરી ઉજ્જૈનમાં શાહી સવારીનું ઘણું મહત્વ છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં સોમવારે બાબા મહાકાલ નગરની યાત્રાએ જાય છે. જેને શાહી સવારી કહેવાય છે. આ ઉપરાંત તેમની યાત્રા પણ ભાદરવાના બે સોમવારે નીકળે છે અને તેમની છેલ્લી યાત્રાને ભાદરવા મહિનાના બીજા સોમવારે શાહી યાત્રા કહેવામાં આવે છે. આ 1100 વર્ષ જૂની શાહી યાત્રા વિશે કહેવાય છે કે રાજા વિક્રમાદિત્ય સ્વપ્નમાં મહાકાલેશ્વર આવ્યા હતા. આ પછી રાજા વિક્રમાદિત્યએ મહાકાલેશ્વરને ઉજ્જૈનના સૌથી મહાન રાજા માનીને લોકોને કુદરતી આફતોથી બચાવવા અને શાંતિ જાળવવા માટે તેમની સ્થિતિ જાણવા માટે મહાકાલની શાહી શોભાયાત્રા શરૂ કરી. આ શાહી સવારી દ્વારા રાજા મહાકાલેશ્વર લોકોની સ્થિતિ જાણવા ઉજ્જૈન આવે છે.

કોંગ્રેસે શું કહ્યું?

જો કે મહાકાલની શાહી સવારીનું નામ બદલવાનો નિર્ણય કોંગ્રેસને પસંદ નથી આવી રહ્યો. પૂર્વ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પીસી શર્માએ કહ્યું કે ભાજપ ધ્યાન ભટકાવવા માટે જ આવા નિર્ણયો લે છે. જો નામ બદલવું હોય તો અમિત શાહનું પણ નામ બદલો. આ પગલાંને કારણે અયોધ્યા નાશિક ભાજપે ગુમાવી દીધું છે.

આ પણ વાંચો—MP : ચંદેરીમાં CM મોહન યાદવે કહ્યું, ‘જો તમારે ભારતમાં રહેવું હોય તો રામ-કૃષ્ણની જય બોલવું પડશે’