+

Amreli seat : ભાજપના ઉમેદવારમાં ઉલટફેર થવાની શક્યતા

Amreli seat : લોકસભા ચૂંટણી અંગે મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજ્યની મહત્વની ગણાતી અમરેલી લોકસભાની બેઠક (Amreli seat) પર આ વખતે ભાજપના ઉમેદવારમાં ઉલટફેર થવાની શક્યતા છે. આ બેઠક…

Amreli seat : લોકસભા ચૂંટણી અંગે મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજ્યની મહત્વની ગણાતી અમરેલી લોકસભાની બેઠક (Amreli seat) પર આ વખતે ભાજપના ઉમેદવારમાં ઉલટફેર થવાની શક્યતા છે. આ બેઠક પર વર્તમાન સાંસદ નારાયણ કાછડીયાની ટિકિટ કપાઈ શકે છે તેવું ચર્ચાઇ રહ્યું છે. અમરેલી (Amreli Lok Sabha seat) થી ભાજપ દિલીપ સંઘાણીને મેદાનમાં ઉતારી શકે છે.

નારણ કાછડીયાની ટિકીટ કપાઇ શકે

સૌરાષ્ટ્રની અતિ મહત્વની ગણાતી અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગી થવાની છે તે પૂર્વ ચર્ચાઇ રહ્યું છે કે આ વખતે ભાજપ અમરેલી બેઠક પર ઉલટફેર કરી શકે છે. અમરેલી બેઠક સૌરાષ્ટ્રની અતિ મહત્વની બેઠક છે. હાલ અહીં નારણ કાછડીયા વર્તમાનમાં સાંસદ છે પણ તેમની ટિકીટ કપાઇ શકે છે.

જૂના જોગી દિલીપ સંઘાણીને મેદાનમાં ઉતારી શકે

અમરેલી બેઠક પર ભાજપ જૂના જોગી દિલીપ સંઘાણીને મેદાનમાં ઉતારી શકે છે. ભાજપના દિગ્ગજ નેતા ગણાતા દિલીપ સંઘાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ ગણાય છે. તેઓ સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા પણ છે.

આ ઉમેદવારો પણ રેસમાં

અમરેલી બેઠક પર દિલીપ સંઘાણીની સાથે કૌશિક વેકરીયા અને , ડો.ભરત કાનાબાર અને હિરેન હિરપરાના નામની પણ ચર્ચા ચાલી રહી છે.જો કે રેસમાં દિલીપ સંઘાણીનું નામ સૌથી વધુ આગળ છે.

કોણ છે દિલીપ સંઘાણી?

અમરેલીથી લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે
સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા તરીકે ગણના
હાલમાં ઈફ્કોના ચેરમેન છે દિલીપભાઈ સંઘાણી
1982માં અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય બન્યા
1982-92 સુધી પ્રદેશ ભાજપના સેક્રેટરી રહ્યાં
1985માં પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા
1987માં અમરેલી મનપાના પ્રમુખ તરીકે ચૂંટાયા
1990માં રાજ્ય સરકારમાં મંત્રી તરીકે સેવા આપી
1991માં પ્રથમવાર અમરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા
1993માં લોકસભામાં ભાજપના ડે.ચીફ વ્હીપ બન્યા
1995માં સંસદની નાણાંકીય સમિતિમાં સભ્ય રહ્યાં
1996માં ફરીથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા
1997-97માં પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ બન્યા હતા
1998 અને 1999માં ફરીથી સાંસદ પદે ચૂંટાયા હતા

આ પણ વાંચો—— Gandhinagar : સી.આર.પાટીલે મહેશ વસાવાને ખેસ પહેરાવી કર્યું સ્વાગત

આ પણ વાંચો—- કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કેમ કર્યો ચૂંટણી લડવાનો ઇન્કાર..? વાંચો

આ પણ વાંચો—- Lok Sabha Election 2024: ટૂંક સમયમાં BJP પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરશે

Whatsapp share
facebook twitter